Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયન સરકારે જોકોવિચની જાહેર જોખમ ગણાવીને અટકાયત કરી, વિઝા પણ રદ કર્યા

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચની ઓસ્ટ્રેલિયામાં બીજી વખત અટકાયત કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયન સરકારે જોકોવિચની જાહેર જોખમ ગણાવીને અટકાયત કરી, વિઝા પણ રદ કર્યા
X

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચની ઓસ્ટ્રેલિયામાં બીજી વખત અટકાયત કરવામાં આવી છે. જોકોવિચના વકીલે આ જાણકારી આપી હતી. હવે રવિવારે ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં તેની સુનાવણી થશે. ઓસ્ટ્રેલિયન સરકારે તેને જાહેર ખતરો ગણાવ્યો છે. હવે કોર્ટ નક્કી કરશે કે જોકોવિચ ઓસ્ટ્રેલિયામાં વેક્સિનેશન વિના રહી શકશે કે નહીં. આ પહેલા ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન મિનિસ્ટર એલેક્સ હોકે નોવાક જોકોવિચના વિઝા રદ કરી દીધા હતા.

જોકોવિચના વકીલે ઓસ્ટ્રેલિયન સરકારના નિર્ણયને પાયાવિહોણો ગણાવ્યો છે. તેની સામે તેમણે કોર્ટમાં અપીલ કરી હતી જેની સુનાવણી રવિવારે થશે. જો જોકોવિચે ઓસ્ટ્રેલિયા ઓપન રમવું હોય તો તેણે સોમવાર સુધી ટૂર્નામેન્ટમાં સામેલ થવું પડશે. જો નોવાક કોર્ટમાં કેસ હારી જશે તો તેના વિઝા તો રદ થઈ જશે, સાથે સાથે ઓસ્ટ્રેલિયાના વિઝા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. ઓસ્ટ્રેલિયા ઓપન ટૂર્નામેન્ટમાં આવતા પહેલા જ જોકોવિચ કોરોના સંક્રમિત થયો હતો.

તેમ છતાં ગયા મહિને તેના દેશ સર્બિયામાં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જોકોવિચે પોતે સ્વીકાર્યું હતું કે તે કોરોના પોઝિટિવ હોવા છતાં પત્રકારને મળ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા માટે તેણે ઈમિગ્રેશન ફોર્મમાં પણ ભૂલો કરી હતી. જેના કારણે તે જેવો ઓસ્ટ્રેલિયા પહોંચ્યો ત્યારે તેના વિઝા રદ કરવામાં આવ્યા હતા.

Next Story