Connect Gujarat
સ્પોર્ટ્સ

આ મહિલા ફૂટબોલ ખેલાડી છોકરાઓ સાથે રમતી હતી ત્યારે લોકો મારતા હતા તાના, હવે કરી રહ્યા છે વખાણ

પંજાબના હોશિયારપુરની મહિલા ફૂટબોલ ખેલાડી મનીષા કલ્યાણ એએફસી એશિયન કપ પહેલા બ્રાઝિલના પ્રવાસ દરમિયાન ભારતીય મહિલા ફૂટબોલ માટે પ્રેરણારૂપ બનીને ઉભરી આવી છે.

આ મહિલા ફૂટબોલ ખેલાડી છોકરાઓ સાથે રમતી હતી ત્યારે લોકો મારતા હતા તાના, હવે કરી રહ્યા છે વખાણ
X

પંજાબના હોશિયારપુરની મહિલા ફૂટબોલ ખેલાડી મનીષા કલ્યાણ એએફસી એશિયન કપ પહેલા બ્રાઝિલના પ્રવાસ દરમિયાન ભારતીય મહિલા ફૂટબોલ માટે પ્રેરણારૂપ બનીને ઉભરી આવી છે. બ્રાઝિલમાં યોજાયેલી ટૂર્નામેન્ટમાં મનીષાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય મહિલા ટીમમાં જોડાતા પહેલા મનીષાને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મનીષાને તેના ગામના છોકરાઓ સાથે ફૂટબોલ રમવા માટે ઘણા તાના સહન કરવા પડતા હતા. પરંતુ બ્રાઝિલ પ્રવાસ બાદ મનીષા પણ તે જ લોકો પાસેથી તેના વખાણ સાંભળી રહી છે.

બ્રાઝિલ સામે 1-6થી મળેલી હારમાં ભારતીય મહિલા ટીમ માટે એકમાત્ર ગોલ મનીષાએ કર્યો હતો. બ્રાઝિલ મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની રનર અપ ટીમ રહી છે. તો મનીષાનો ગોલ તેની શાનદાર રમત દર્શાવે છે. ભારતીય મહિલા ફૂટબોલ ટીમે આવતા મહિને મુંબઈ અને પુણેમાં યોજાનાર AFC એશિયન કપની તૈયારી માટે બ્રાઝિલનો પ્રવાસ કર્યો હતો. બ્રાઝિલથી પરત ફર્યા બાદ મનીષાએ કહ્યું, 'જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે છોકરાઓ સાથે ફૂટબોલ રમતી હતી. ત્યારે મારા ઘરમાં આ અંગે ઘણી ફરિયાદો આવતી હતી. ગામલોકો કહેતા હતા કે તે છોકરાઓ સાથે એકલી રમે છે. જે સારી વાત નથી પણ મારા માતા-પિતાએ મને હંમેશા સપોર્ટ કર્યો.

Next Story