Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતીય હોકી ટીમે જર્મનીને 5-4થી હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ

ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જમર્નીને 5-4થી હરાવી દીધું છે. એક સમયે ભારત 3-2થી પાછળ થઈ ગયું હતું

ભારતીય હોકી ટીમે જર્મનીને 5-4થી હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ
X

ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જમર્નીને 5-4થી હરાવી દીધું છે. એક સમયે ભારત 3-2થી પાછળ થઈ ગયું હતું, પરંતુ ભારતે જોરદાર વાપસી કરતાં પોતાને આગળ કરી દીધું. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવીને જોરદાર વાપસી કરતાં ભારતે 4-3થી સરસાઈ મેળઇવી લીધી. તેની થોડી મિનિટો બાદ સિમરનજીતે મેદાની ગોલ કરીને સ્કોર 5-3 કરી દીધો હતો. ચોથા ક્વાર્ટરમાં જર્મનીના વિંડેફેડરે પેનલ્ટી કોર્નર પર ટીમને ચોથો ગોલ કરી દીધો હતી. જેને કારણે ભારતીય ટીમની સરસાઈ 5-4થી જઈ ગઈ હતી. આ પહેલા ભારતે બીજા ક્વાર્ટરની સમાપ્તિ પર મુકાબલાને 3-3થી બરાબરી પર લાવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરુષ હૉકી ટીમને સેમીફાઇનલમાં હાર મળી હતી. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી હતી. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે ટક્કર થઈ હતી જેમાં જર્મનીને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મનીની ટક્કર થઈ હતી જેમાં જર્મનીને હરાવી ભારતે બ્રોન્ઝ મેડલ પર કબજો કરી લીધો છે.

Next Story