Connect Gujarat
સ્પોર્ટ્સ

થોમસ કપ બેડમિન્ટનઃ ભારતે ઇતિહાસ રચ્યો, 14 વખતના ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવી પ્રથમ વખત જીત મેળવી

ભારતે થોમસ કપની ફાઈનલ મેચમાં ઈન્ડોનેશિયાને 3-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે આ ટુર્નામેન્ટ જીતનારી ટીમને 14 વખત હરાવ્યું છે.

થોમસ કપ બેડમિન્ટનઃ ભારતે ઇતિહાસ રચ્યો, 14 વખતના ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવી પ્રથમ વખત જીત મેળવી
X

ભારતે થોમસ કપની ફાઈનલ મેચમાં ઈન્ડોનેશિયાને 3-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે આ ટુર્નામેન્ટ જીતનારી ટીમને 14 વખત હરાવ્યું છે. લક્ષ્ય સેન પ્રથમ અને સાત્વિક ચિરાગની જોડીએ બીજી મેચમાં ભારતને જીત અપાવી હતી. આ પછી કિદામ્બી શ્રીકાંતે ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમને પ્રથમ વખત થોમસ કપની ચેમ્પિયન બનાવી છે. લક્ષ્ય સેને પ્રારંભિક મેચમાં ઇન્ડોનેશિયાના ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ટોની સિનિસુકાને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો.

બીજી મેચમાં પણ સાત્વિક ચિરાગની જોડીએ 18-21, 23-21, 21-19થી જીત મેળવી હતી. ત્રીજી મેચમાં શ્રીકાંતે ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. થોમસ કપના 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટીમ ચેમ્પિયન બની છે. આ ટૂર્નામેન્ટ 1949થી રમાઈ રહી હતી, પરંતુ અત્યાર સુધી ઈન્ડોનેશિયા, ચીન, ડેનમાર્ક અને મલેશિયા જેવી ટીમો આ ટૂર્નામેન્ટમાં પ્રભુત્વ ધરાવતી હતી, જે ભારતે ખતમ કરી દીધી છે. ભારત આ ટૂર્નામેન્ટ જીતનારી છઠ્ઠી ટીમ છે. ભારતીય ટીમે મલેશિયા અને ડેનમાર્ક જેવી મજબૂત ટીમોને હરાવીને પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારત આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ હારી ગયું હતું, જ્યારે તેને ગ્રૂપ સ્ટેજમાં ચાઈનીઝ તાઈપેઈ સામે હાર મળી હતી. આ સાથે જ ઈન્ડોનેશિયાની ટીમ ફાઈનલ પહેલા આ ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે.

Next Story