Connect Gujarat
સ્પોર્ટ્સ

ટોક્યો ઓલિમ્પિક્સ: સિંધુ સેમીફાઇનલ મુકાબલામાં હારી ગઈ, રવિવારે બ્રોન્ઝ માટે રમશે

ટોક્યો ઓલિમ્પિક્સ: સિંધુ સેમીફાઇનલ મુકાબલામાં હારી ગઈ, રવિવારે બ્રોન્ઝ માટે રમશે
X

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ચાઇનીઝ ટાઇપેની તાઈ જૂ વિરૂદ્ધ સેમીફાઇનલમાં હારી ગઈ છે. સિંધુ હવે રવિવારે સાંજે 5 વાગ્યે બ્રોન્ઝ મેડલ માટે ચીનની જિયાઓ બિંગ સામે રમશે. શનિવારે સેમીફાઇનલની પહેલી ગેમમાં એક સમયે 4 પોઇન્ટથી આગળ હોવા છતાં પીવી સિંધુ પહેલો સેટ 21-18થી હારી ગઈ હતી. આના કારણે તાઈ જૂએ પહેલેથી જ ગેમમાં પકડ બનાવીને સિંધુને સતત બીજી ગેમમાં પણ 21-13થી હરાવી દીધી હતી.

આ તરફ ઈન્ડિયન બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની કી લી ક્વાનથી હારી ગઈ છે. ત્રીજા રાઉન્ડમાં લીને તમામ પાંચ જજોને 10-10 પોઇન્ટ આપ્યા હતા. પૂજાને પહેલા રાઉન્ડમાં પ્રત્યેક જજે 9-9 પોઇન્ટ આપ્યા. જ્યારે ત્રીજા રાઉન્ડમાં 4 જજોએ પૂજા 9-9 અને એક જજે 8 પોઇન્ટ આપ્યા હતા. આવી રીતે નંબર-1 સીડ લીએ આ બાઉટ 5-0થી પોતાને નામ કર્યું હતું.

ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું છે. એનાથી ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂલી ગયો છે. પુલ Aમાં આયર્લેન્ડ અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોનો ફેંસલો થશે. ભારત તરફથી વંદના કટારિયાએ 3 ગોલ કર્યા હતા. વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ-ટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે.

Next Story