Connect Gujarat
સ્પોર્ટ્સ

ટોક્યો ઓલિમ્પિક : ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની છેલ્લી મેચમાં દ.આફ્રિકાને 4-3થી હરાવ્યું

ટોક્યો ઓલિમ્પિક : ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની છેલ્લી મેચમાં દ.આફ્રિકાને 4-3થી હરાવ્યું
X

ઓલિમ્પિક મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવતા હવે ભારતીય મહિલા હોકી ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો માર્ગ આસાન બની ગયો છે.

ટોક્યો ઓલિમ્પિક મેચ દરમ્યાન ભારતીય મહિલા હોકી ટીમની વંદના કટારિયાએ ભારત તરફથી 3 ગોલ કર્યા હતા. જેથી વંદના કટારિયા ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ-ટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે. જોકે, હવે પુલ-Aમાં આયર્લેન્ડ અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોનો ફેંસલો થશે. ટોક્યો ઓલિમ્પિક્સના 9મા દિવસે ડિસ્કસ થ્રો કેટેગરીમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે.

અહીં કમલપ્રીત કૌરે 64 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. જોકે, ક્વોલિફિકેશન રાઉન્ડમાં માત્ર 2 જ મહિલા ખેલાડી 64 મીટરનો આંકડો સ્પર્શી શકી હતી, ત્યારે હવે ફાઇનલ મેચ તા. 2જી ઓગસ્ટના રોજ યોજાવા જઈ રહી છે.

Next Story