Connect Gujarat

ટોક્યો ઓલમ્પિક : હોકી સેમી ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને હરાવ્યું

ટોક્યો ઓલમ્પિક : હોકી સેમી ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને હરાવ્યું
X

ટોક્યો ઓલમ્પિકમાં પુરુષ હોકી સેમી ફાઈનલમાં ભારતની બેલ્જિયમ સામે હાર થઈ છે. બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી છે. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે.

મંગળવારે ભારતીય પુરુષ હોકી ટીમની સેમી ફાઈનલમાં બેલ્જિયમ સામે હાર થઈ છે. બીજા ક્વાર્ટરની મેચ પૂરી થયા સુધી ભારત અને બેલ્જિયમ વચ્ચે 2-2ની બરાબરી પર હતી. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં બન્ને ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી, જ્યારે ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમની ટીમ ભારત પર હાવી થઈ ગઈ હતી. જેમાં 3 ગોલ ફટાકરીને મેચમાં બેલ્જિયમે 5-2થી જીત મેળવી હતી.

જોકે, ભારતની સામે રમી રહેલ બેલ્જિયમની ટીમ દુનિયાની નંબર વન ટીમ છે. ટોક્યો ઓલમ્પિકમાં બેલ્જિયમની ટીમે 6 મેચોમાં 29 ગોલ કર્યા છે. બેલ્ઝિયમ સાથે ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે, ત્યારે હવે ટોક્યો ઓલમ્પિક દરમ્યાન આગામી તા. 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે પોતાનું પ્રદર્શન કરશે.

Next Story
Share it