Connect Gujarat
સ્પોર્ટ્સ

ઉના : વાંસોજ ગામની દીકરીએ અંડર-19 ક્રિકેટમાં સ્થાન મેળવી આહીર સમાજનું ગૌરવ વધાર્યું

ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામની આહિર સમાજની દીકરી જયાં આર. રામે અંડર-19 ક્રિકેટમાં સ્થાન મેળવી સમાજ અને ગામનું નામ ગુંજતું કર્યું

ઉના : વાંસોજ ગામની દીકરીએ અંડર-19 ક્રિકેટમાં સ્થાન મેળવી આહીર સમાજનું ગૌરવ વધાર્યું
X

ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામની આહિર સમાજની દીકરી જયાં આર. રામે અંડર-19 ક્રિકેટમાં સ્થાન મેળવી સમાજ અને ગામનું નામ ગુંજતું કર્યું

એક સામાન્ય પરિવારમાં જન્મેલી અને ભણતરની સાથે સાથે ખેતી કામ કરતી આહીર જયા રામને નાનપણ થી જ ક્રિકેટનો શોખ હતો પરંતુ પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે પોતે ભણતરની સાથે સાથે પિતાને ખેતી કામમાં સહભાગી થતી અને સમય મળે ત્યારે પ્રેકટીસ કરતી આખરે તેણે કઠોર પરિશ્રમ કરી પોતાનું અને માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું

જયાના પિતા એક સામાન્ય ખેડૂત છે તેનમી આર્થિક પરિસ્થિતિ પણ ખુબજ નબળી હોવા છતા પણ પિતાએ પોતાની દીકરી આગળ વધારવા પેટે પાટા બાંધી દીકરીના સપના સાકાર કરવા પોતાનું સંપૂર્ણ જીવન તેની દીકરી પાછળ જ મહેનત કરવા વ્યર્થ કર્યું છે અને જયાનું પણ એક સ્વપ્ન હતું કે હું એક દિવસ મારાં માતા-પિતા, મારો પરિવાર, મારો આહીર સમાજ તેમજ મારાં ગામનું નામ રોશન કરીશ તે પોતે હાલમાં લોકભારતીમાં અભ્યાસ કરે છે ગત વર્ષે ધોરણ ૧૨ની બોર્ડ ની પરીક્ષાના સમયે સિલેકશન ટ્રાયલ હતી તેથી પરીક્ષાના બદલે પોતાએ ક્રિકેટને મહત્વ આપી રમવા ગઈ હતી અંડર-19 સિલેકશન મેચમાં ૨ વિકેટ અને ૩૦ રન કર્યા હતા એક ઓવરમાં માત્ર ૪ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી શાળાના દિવસોમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો તેના કોચે સુરતમાં તાલીમ લેવાની સલાહ આપી હતી તેથી ક્રિકેટમાં કારકિર્દી બનાવવા સુરત ગઈ હતી. જ્યાં તેણે ખુબ મહેનત કરી અંડર-19 માં પસંદગી થઇ છે અને તેના માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું આહીર જયા રામને અંડર-19 માં પસંદગી થઇ તે માટે માત્ર આહીર સમાજ જ નહિ પરંતુ સમગ્ર વાંસોજ ગામ તેને અભિનંદન પાઠવે છે એક દીકરીએ વાંસોજ ગામનું નામ ભારતમાં ગુંજતું કર્યું છે.

જયા રામનો સંદેશ

અગર કિસી ચીજોકો પુરે સચ્ચે દિલ છે શિદ્દત સે ચાહો, તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાને કિ સાજિસ મેં લગ જાતિ હે.

Next Story