Connect Gujarat
સ્પોર્ટ્સ

રેસલીંગના બાદશાહ અંડરટેકરને મળશે મોટું સન્માન ! વાંચો ક્યાં મળી શકે છે સ્થાન

રેસલીંગના બાદશાહ અંડરટેકરને મળશે મોટું સન્માન ! વાંચો ક્યાં મળી શકે છે સ્થાન
X

રેસલીંગ જગતમાં ત્રણ દશક સુધી રાજ કરનારા રેસલર અંડરટેકરને મોટુ સન્માન મળવા જઇ રહ્યુ છે.WWE ના ફેન્સ માટે આ મોટા ખુશીના સમાચાર છે કે, WWE દ્વારા 2022ના હોલ ઓફ ફેમમાં સામેલ કરવા માટે અંડરટેકરનુ નામ આપવામાં આવી શકે છે. આ સન્માનનુ એલાન શક્ય છે કે આગામી એપ્રિલ પહેલા કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં રેસલમેનિયા 38 યોજાનાર છે. જે પહેલા જ WWE આ એલાન કરી શકે છે. અંડરટેકર તરીકે જાણીતા બનેલા આ રેસલરનુ અસલ નામ માર્ક વિલિયમ કેલાવે છે.

જે અમેરિકાના ટેક્સાસનો છે.જ્યારે એલાન કરવામાં આવશે ત્યારે અંડરટેકર એટલે કે માર્ક કેલાવેને તેમાં સામેલ કરવામાં આવી શકે છે.WWE તરફથી જેને લઇને પહેલા થી જ નિવેદન જારી કરવામાં આવ્યુ છે કે, હોલ ઓફ ફેમ 2022 ના વર્ષ માટે અંડરટેકર હશે. WWE તરફ થી આ અંગે એક ટ્વીટ કરવામાં આવ્યુ હતુ.જેની પર અંડર ટેકરે પણ રિપ્લાય કર્યો હતો અને આભાર પણ માન્યો હતો.

Next Story