Connect Gujarat
સ્પોર્ટ્સ

હારના 2 કલાક બાદ જ યુનાઇટેડે બોલાવી મિટિંગ; કોચ ઓલે ગનરને હટાવાયા

ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના કોચ ઓલે ગનર સોલ્સકેયરને હટાવી દીધા છે. યુનાઈટેડ નું લીગમાં સતત ખરાબ પ્રદર્શન યથાવત્ છે.

હારના 2 કલાક બાદ જ યુનાઇટેડે બોલાવી મિટિંગ; કોચ ઓલે ગનરને હટાવાયા
X

ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના કોચ ઓલે ગનર સોલ્સકેયરને હટાવી દીધા છે. યુનાઈટેડ નું લીગમાં સતત ખરાબ પ્રદર્શન યથાવત્ છે. ટીમ ગત 7 મેચમાંથી માત્ર 1 જ જીત મેળવી શકી છે. ઓલે ગનરની કોચિંગમાં ટીમ વર્તમાન સિઝનમાં 12માંથી માત્ર 5 મેચ જીતી શકી છે.

યુનાઈટેડને શનિવારે પ્રીમિયર લીગમાં 16માં ક્રમની વાટફોર્ડે 4-1થી હરાવી હતી. યુનાઈટેડના માલિક ગ્લેઝર ફેમિલીએ આ મેચ બાદ માત્ર 2 કલાકમાં ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. જેમાં એ મુદ્દે ચર્ચા કરવામા આવી કે, ગનરને કોચ તરીકે યથાવત્ રાખવા જોઈએ કે નહીં. જે પછી જ ઓલે ગનરને હટાવવાનો નિર્ણય લેવાયો.આ ઉપરાંત ઓલે ગનરના ફાઈનલ પેમેન્ટની શરતો પણ મીટિંગનો મુખ્ય એજન્ડા હતો. અગાઉ એવા એહવાલ હતા કે, ઓલ્ડ ટ્રૈફર્ડના ટેક્નિકલ ડિરેક્ટર ડૈરેન ફ્લેવરને વિલેરિયલ તથા ચેલ્સી વિરુદ્ધ આગામી 2 મેચ દરમિયાન વચગાળાના કોચ બનાવાવામાં આવી શકે છે. જોકે તે પછી ફર્સ્ટ ટીમના કોચ માઈકલ કૈરિકને કેર ટેકર કોચ બનાવવામાં આવ્યા. મુખ્ય કોચની રેસમાં રિયલ મેડ્રિડના પૂર્વ કોચ જિનેદિન જિદાન અને લીસ્ટરના બ્રેન્ડન રોજર્સ છે. એવો પણ દાવો કરવામા આવી રહ્યો છે કે, યુનાઈટેડ અને ગ્લેઝર ફેમિલીને જિદાનને કોચ બનાવવામાં વધુ રસ છે. જેમણે રિયલને 3 વખત ચેમ્પિયન્સ લીગની ટ્રોફી જીતાડી હતી. તે ઓલે ગનરના રિપ્લેસમેન્ટ બની શકે છે.

Next Story