Connect Gujarat
સ્પોર્ટ્સ

વિરાટ કોહલીની ઇમોશનલ પોસ્ટ: કહ્યું ઇતિહાસ યાદ રાખશે !

વિરાટે ટી20 વર્લ્ડ કપ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે ટી20 કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે.

વિરાટ કોહલીની ઇમોશનલ પોસ્ટ: કહ્યું ઇતિહાસ યાદ રાખશે !
X

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધર માટે ઈમોશનલ ટ્વીટ કર્યુ છે. ભારતીય ક્રિરેટ કંટોલ બોર્ડ સાથેના ત્રણેય કરાર ટી-20 વર્લ્ડ કપ સાથે સમાપ્ત થયા હતાં. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમૂંણક કરવામાં આવી છે. વિરાટે ટ્વિટર પર આ ત્રણેય સાથેની તસવીરો શેર કરીને તેમનો આભાર માન્યો છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતની સફર પૂરી થવાની સાથે વિરાટ કોહલીની ટી-20 ટીમની કેપ્ટનશિપ પણ ખતમ થઈ ગઈ છે. વિરાટે ટી20 વર્લ્ડ કપ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે ટી20 કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે.

વિરાટ કોહલીએ ટ્વિટર પર લખ્યું, 'આ યાદો અને અમે તમારી સાથે વિતાવેલી અદ્ભુત સફર માટે આપ સૌનો આભાર. તમારું યોગદાન અમૂલ્ય છે અને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. જીવનની આગળની સફર માટે તમને મિત્રો શુભકામનાઓ જો કે, વિરાટ કોહલી ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે, 17 નવેમ્બરથી ન્યૂઝી લેન્ડ સામેની ટી-20 ઈન્ટર નેશનલ સીરીઝમાં નહીં રમે. વિરાટને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. રોહિચ શર્માને ટી-20 ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તે જ સમયે કે એલ રાહુલ ટી20 વાઈસ કેપ્ટન તરીકે ચૂંટાયા છે.

Next Story