Connect Gujarat
સ્પોર્ટ્સ

પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર અને હરભજન સિંહ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ટ્વિટર પર વાર પલટવાર

પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ત્યારથી પાકિસ્તાની ખેલાડીઓનું અભિમાન સાતમા આસમાને પહોંચી ગયું છે.

પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર અને હરભજન સિંહ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ટ્વિટર પર વાર પલટવાર
X

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર વચ્ચે ટ્વિટર પર જોરદાર યુદ્ધ થયું છે. હરભજન સિંહ અને મોહમ્મદ આમિર વચ્ચેની લડાઈએ તમામ હદ વટાવી દીધી હતી. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ICC T-20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ત્યારથી પાકિસ્તાની ખેલાડીઓનું અભિમાન સાતમા આસમાને પહોંચી ગયું છે.

પાકિસ્તાનના ખેલાડીઓ ટીમ ઈન્ડિયા અને તેના ખેલાડીઓ વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યા છે. આ મામલો પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરના એક ટ્વિટથી શરૂ થયો હતો, જ્યારે તેણે યુટ્યુબ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની જૂની ટેસ્ટ મેચની વીડિયો ક્લિપ શેર કરી હતી.આ મેચમાં શાહિદ આફ્રિદી હરભજન સિંહના સતત 4 બોલમાં ચાર સિક્સર મારી રહ્યો છે. આ ક્લિપને શેર કરતા આમિરે ટોણો માર્યો હતો કે ટેસ્ટ ક્રિકેટમાં આવું કેવી રીતે થઈ શકે છે. પછી શું હતું, હરભજન સિંહે મોહમ્મદ આમિરને સ્પોટ-ફિક્સિંગ કૌભાંડની યાદ અપાવી અને યોગ્ય જવાબ આપ્યો હતો. જણાવી દઈએ કે ફિક્સિંગના કારણે આમિર પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જીતના નશામાં ધૂત આમિરે હરભજન સામે ટોણો માર્યો. તેણે લખ્યું- "હું જાણવા માંગતો હતો કે શું હરભજન પાજીએ તેનું ટીવી તો નથી તોડી નાખ્યું? આમિરના ટ્વીટ બાદ હરભજન સિંહે યોગ્ય જવાબ આપ્યો અને લખ્યું, 'લોર્ડ્સમાં નો બોલ કેવી રીતે થયો હતો? કેટલું લીધું અને કોણે આપ્યું? ટેસ્ટ ક્રિકેટમાં નો બોલ કેવી રીતે બની શકે? તમને અને તમારા બાકીના સાથીઓને શરમ આવવી જોઈએ, તમે આ સુંદર રમતને શરમમાં મૂકી દીધી છે.

ત્યારબાદ હરભજન સિંહે પોતાનો એક જૂનો વીડિયો શેર કર્યો, જેમાં તે એશિયા કપની મેચમાં મોહમ્મદ આમિરના બોલ પર સિક્સર ફટકારી રહ્યો હતો. હરભજન સિંહે આ વીડિયો શેર કરતાં લખ્યું, 'તેમને આવા લોકો સાથે વાત કરવી ગંદી લાગે છે. આ પછી ભજ્જીએ મેચની ક્લિપ શેર કરી, જેમાં તેણે ટીમ ઈન્ડિયા માટે મોહમ્મદ આમિરના બોલ પર સિક્સર ફટકારીને વિજય અપાવ્યો હતો.' હરભજન સિંહની વાત પર મોહમ્મદ આમિરે પણ પલટવાર કર્યો હતો. મોહમ્મદ આમિરે ટ્વીટ કરીને લખ્યું કે, 'તમે ખૂબ જ બેશરમ છો, મારા ભૂતકાળ વિશે વાત કઋ રહ્યા છો, પરંતુ તેનાથી આ હકીકત નહીં બદલાય કે તમારે પહેલા ત્રણ વખત સામનો કરવો પડ્યો છે. હવે અમને વર્લ્ડ કપ જીતતા જુઓ. વોક ઓવર તો મળી નથી, જાઓ પાર્કમાં જ વોક કરો.'

Next Story