Connect Gujarat
સ્પોર્ટ્સ

વેસ્ટ ઇન્ડિઝના સુપરસ્ટાર કેરોન પોલાર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત

વેસ્ટ ઇન્ડિઝના સુપરસ્ટાર કેરોન પોલાર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. 20 એપ્રિલના રોજ પોલાર્ડે ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ શેર કરી નિવૃતિની જાહેરાત કરી હતી

વેસ્ટ ઇન્ડિઝના સુપરસ્ટાર કેરોન પોલાર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત
X

વેસ્ટ ઇન્ડિઝના સુપરસ્ટાર કેરોન પોલાર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. 20 એપ્રિલના રોજ પોલાર્ડે ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ શેર કરી નિવૃતિની જાહેરાત કરી હતી

વિસ્ફોટક બેટ્સમેન તરીકે જાણીતા 24 વર્ષીય કેરોન પોલાર્ડે વેસ્ટ ઇન્ડિઝ તરફથી 123 વન-ડે મેચ રમી છે જ્યારે 101 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. પોલાર્ડના નામે વન-ડે ક્રિકેટમાં 2706 રન, 55 વિકેટ છે. જ્યારે ટી-20 ઇન્ટરનેશનલ પોલાર્ડના નામે 1569 રન અને 42 વિકેટ છે.

પોલાર્ડે પોતાના રિટાયરમેન્ટ મેસેજમાં લખ્યું કે એક લાંબા વિચારવિમર્શ બાદ મે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે. અનેક યુવાઓની જેમ મારુ સ્વપ્ન પણ વેસ્ટ ઇન્ડિઝ ટીમ તરફથી રમવાનું હતું. હું ગર્વથી કહું છું કે મે 15 વર્ષ સુધી વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટી-20 અને વન-ડે ક્રિકેટ રમી છે.

Next Story