Connect Gujarat
સ્પોર્ટ્સ

વેસ્ટ ઈન્ડિઝ ટુર : T20 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-બુમરાહને આરામ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને 29 જુલાઈથી શરૂ થનારી પાંચ મેચોની આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે

વેસ્ટ ઈન્ડિઝ ટુર : T20 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-બુમરાહને આરામ
X

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને 29 જુલાઈથી શરૂ થનારી પાંચ મેચોની આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે T20 કે ODI સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ નહીં જાય. કેએલ રાહુલ અને કુલદીપ યાદવનું ટીમમાં રહેવું ફિટનેસ પર નિર્ભર છે

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, અવનેશ ખાન. , હર્ષલ પટેલ , અર્શદીપસિંહ.

Next Story
Share it