Connect Gujarat
સ્પોર્ટ્સ

અમદાવાદની IPLની ટીમના માલિક CVC કેપિટલ અને લખનઉ ટીમના માલિક સંજીવ ગોયેન્કા કોણ છે..? વાંચો અહેવાલ

આ બીડમાં 10 જેટલા પક્ષકારોએ ભાગ લીધો હતો, જેમની સમક્ષ અમદાવાદ, લખનઉ, કટક, ધર્મશાલા, ગુવાહાટી તથા ઈન્દોરની ટીમ

અમદાવાદની IPLની ટીમના માલિક CVC કેપિટલ અને લખનઉ ટીમના માલિક સંજીવ ગોયેન્કા કોણ છે..? વાંચો અહેવાલ
X

દુબઈ ની હોટલ તાજમાં સોમવારે યોજાયેલી બીડમાં છેવટે વર્ષ 2022માં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અમદાવાદ અને લખનઉની ટીમ અંગે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. આ બીડમાં 10 જેટલા પક્ષકારોએ ભાગ લીધો હતો, જેમની સમક્ષ અમદાવાદ, લખનઉ, કટક, ધર્મશાલા, ગુવાહાટી તથા ઈન્દોરની ટીમ અંગે વિકલ્પ આપવામાં આવ્યા હતા, પણ છેલ્લે અમદાવાદ અને લખનઉ પર મંજૂરીની મહોર લાગી. આ બન્ને ટીમની માલિકી મેળવનાર સંજીવ ગોયેન્કા અને લંડનની ઈન્વેસ્ટમેન્ટ કંપની CVC કેપિટલ ગ્રુપે બાજી મારી. અમદાવાદ માટે અદાણી ગ્રુપ સબળ દાવેદાર હતું પણ CVC કેપિટલ્સ ગ્રુપે બાજી પોતાના નામે કરી લીધી. લંડનની ઈન્વેસ્ટમેન્ટ કંપની CVC કેપિટલ્સ ગ્રુપે રૂપિયા 5,166 કરોડની બીડ સાથે IPL માટે અમદાવાદ ટીમનો માલિકી હક મેળવી લીધો. આ સાથે સૌથી રસપ્રદ બાબત એ છે કે CVC અમદાવાદની ટીમ ખરીદી લેતા વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ તેનો દબદબો વધશે.

આ સ્ટેડિયમ આશરે દોઢ લાખ લોકોની ક્ષમતા ધરાવે છે અને વિશ્વની સૌથી શ્રેષ્ઠ આધુનિક સુવિધાથી સજ્જ છે.રમત-ગમત ક્ષેત્રમાં તેને ફોર્મ્યુલા વનમાં પણ વર્ષ 2006થી વર્ષ 2017 દરમિયાન માલિકી ધરાવતી હતી. આ ઉપરાંત ગ્રુપે સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગા માં પણ રોકાણ કરેલું છે સંજીવ ગોયેન્કા RPSG ગ્રુપે IPL 2022 લખનઉની ટીમ ખરીદી છે, આ માટે સૌથી ઊંચી રૂપિયા 7090 કરોડની બીડ કરવામાં આવી હતી. સંજીવ ગોયેન્કા દેશના અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમનું ગ્રુપ RP-સંજીવ ગોયેન્કા ગ્રુપ મુખ્યત્વે 6 મોટા ઉદ્યોગો માં કાર્યરત છે. આ 6 ગ્રુપમાં વીજળી અને ટેકનોલોજી સંસાધન, મીડિયા તથા એન્ટરટેઇનમેન્ટ, શિક્ષણ તથા IT,સારેગામા ઈન્ડિયા અને ફિલિપ્સ કાર્બન બ્લેક સાથે જોડાયેલા છે.ગોયેન્કાના આ સંગઠનમાં 50 હજારથી વધારે લોકો કામ કરે છે અને તેમની પાસે 4.3 અબજ ડોલરની નેટવર્થ છે.60 વર્ષીય સંજીવ ગોયેન્કા ગ્રુપના અધ્યક્ષ છે.

Next Story