Connect Gujarat
સ્પોર્ટ્સ

નાબિમિયા વિરુદ્ધ મેચમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધીને કેમ ઉતરી.? આ છે કારણ

ટી-20 વર્લ્ડકપ-2021માં ટીમ ઇન્ડિયા પોતાની અંતિમ મેચ રમી હતી. નાબિમિયા સામેની મેચમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી.

નાબિમિયા વિરુદ્ધ મેચમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધીને કેમ ઉતરી.? આ છે કારણ
X

ટી-20 વર્લ્ડકપ-2021માં ટીમ ઇન્ડિયા પોતાની અંતિમ મેચ રમી હતી. નાબિમિયા સામેની મેચમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કોચ તારક સિન્હાને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરી હતી.

ઋષભ પંત, શિખર ધવન અને આશિષ નહેરા જેવા અનેક ક્રિકેટરોની ટેલેન્ટને નિખારનારા કોચ તારક સિન્હાનું શનિવારે નિધન થયું હતું. 71 વર્ષના તારક સિન્હા છેલ્લા કેટલાય સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ અનેક ખેલાડીઓને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તેઓ દિલ્હીની જાણીતી ક્રિકેટ ક્લબ સોનેટ ક્લબ સાથે જોડાયેલા હતા.

તારક સિન્હાએ અનેક પેઢીઓના ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે. તેમણે સુરેન્દ્ર ખન્ના, સંધિર સિહ, રમન લાંબા, મનોજ પ્રભાકર, અજય શર્મા, કેપી ભાસ્કર, અતુલ વાસન, આશીષ નેહરા, સંજીવ શર્મા, આકાશ ચોપરા, શિખર ધવન, અંજુમ ચોપરા અને ઋષભ પંત જેવા અનેક ક્રિકેટરોને ટ્રેનિંગ આપી છે. તેમણે દ્રોણાચાર્ય એવોર્ડ જીતનાર પાંચમા ક્રિકેટ કોચ છે.

Next Story