Connect Gujarat
સ્પોર્ટ્સ

રવિ શાસ્ત્રી હવે IPLમાં અમદાવાદની ટિમના કોચ બનશે?, વાંચો અહેવાલ

રવિ શાસ્ત્રી હવે IPLમાં અમદાવાદની ટિમના કોચ બનશે?, વાંચો અહેવાલ
X

મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના રૂપમાં ટી-20 વર્લ્ડ કપ 2021 ભારતીય ક્રિકેટ ટીમની છેલ્લી ટૂર્નામેન્ટ હશે મુખ્ય કોચ તરીકેનો તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2021 પછી સમાપ્ત થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો હતો. શાસ્ત્રીની જગ્યાએ BCCIએ પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. રાહુલ દ્રવિડ વર્લ્ડ કપ બાદ ન્યુઝીલેન્ડ સામેની હોમ સીરીઝ પહેલા ટીમ સાથે જોડાશે. ન્યૂઝીલેન્ડના ભારતના પ્રવાસની શરૂઆત ટી-20 મેચથી થશે. શ્રેણીની પ્રથમ મેચ 17 નવેમ્બરે જયપુરમાં રમાશે. હવે મોટો સવાલ એ છે કે વર્તમાન કોચ રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ 2021 પછી શું કરશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શાસ્ત્રી ટૂંક સમયમાં IPL ટીમના કોચ તરીકે નવી ઇનિંગ શરૂ કરતા જોવા મળી શકે છે. એવી શક્યતા છે કે રવિ શાસ્ત્રી અમદાવાદ અને લખનઉની બે નવી IPL ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ શકે છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે, અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા રવિ શાસ્ત્રીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ તેને જોડવા તૈયાર છે. જોકે, આ અંગે ફ્રેન્ચાઈઝી અને રવિ શાસ્ત્રી બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ટીમ ઈન્ડિયાના કોચ બનતા પહેલા રવિ શાસ્ત્રી કોમેન્ટેટર તરીકે કામ કરતા હતા. શાસ્ત્રીનો અવાજ ખૂબ જ બુલંદ છે અને દેશનું દરેક બાળક તેમનો અવાજ ઓળખે છે. 2011માં ધોનીએ વિનિંગ સિક્સર ફટકાર્યા પછી ભારતના વર્લ્ડ ચેમ્પિયન બનવાની ક્ષણ હોય કે પછી 2007ના T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે છ સિક્સર ફટકારી હોય, શાસ્ત્રીએ આ ખાસ પળોને પોતાના અવાજથી વધુ ખાસ બનાવી. શાસ્ત્રી વિકલ્પ તરીકે કોમેન્ટ્રી પણ કરતા જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની માંગ પર શાસ્ત્રીને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા.

Next Story