Connect Gujarat
સ્પોર્ટ્સ

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ : ભારતીય ટીમ 134 રન બનાવી ઓલઆઉટ, ઈંગ્લેન્ડે 31.2 ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કર્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વન-ડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવતા બીજા પરાજયનો સામનો કરવો પડ્યો છે.

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ : ભારતીય ટીમ 134 રન બનાવી ઓલઆઉટ, ઈંગ્લેન્ડે 31.2 ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કર્યું
X

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વન-ડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવતા બીજા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડનો 3 પરાજય પછીનો આ પ્રથમ વિજય છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 36.2 ઓવરમાં 134 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, વર્ષ 2005ની ફાઈનલ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આ સૌથી નાનો સ્કોર રહ્યો છે. હરમનપ્રીતના વન-ડેમાં 2863 રન થયા હતા, જ્યારે અંજુમ ચોપડાને પાછળ રાખીને હરમનપ્રીત ભારતની બીજી હાઈએસ્ટ સ્કોરર બની છે. જોકે, ઈંગ્લેન્ડે 31.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. ઝુલન ગોસ્વામીએ 1 વિકેટ લીધી હતી, અને તે વન-ડેમાં 250 વિકેટ લેનારી દુનિયાની પ્રથમ મહિલા ખેલાડી બની છે.

Next Story