Top
Connect Gujarat

SRICT ની કેમિકલ એન્જીનીયરીંગ બ્રાંચ ને NBA દ્વારા મળ્યું એક્રીડીએશન

SRICT ની કેમિકલ એન્જીનીયરીંગ બ્રાંચ ને NBA દ્વારા મળ્યું એક્રીડીએશન
X

શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (SRICT) ની કેમિકલ એન્જીનીયરીંગ શાખા ને નેશનલ બોર્ડ ઓફ એક્રીડીએશન (NBA) દ્વારા એક્રીડીએશન મળ્યું છે જેનાથી સંસ્થામાં કેમિકલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દુનિયાના વિકસિત દેશો જેવા કે અમેરિકા કેનેડા, બ્રિટેન, ફ્રાંસ, જર્મની, ઔસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં જોબ તથા અભ્યાસ માટે સમાન તક મળી રહેશે . નેશનલ બોર્ડ ઓફ એક્રીડેટેડીએશન ( NBA) ની ટીમ દ્વારા તા.૬ અને ૭મી એપ્રિલના રોજ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું અને આજ રોજ સંસ્થાને NBA દ્વારા માહિતી આપવામાં આવી હતી .

ગુજરાત રાજ્યમાં કેમિકલ એન્જીનીયરીંગનો અભ્યાસક્રમ ચલાવતી માત્ર SRICT અને નિરમા યુનીવર્સીટી ને NBA દ્વારા એક્રીડીએશન મળેલ છે. સંસ્થા દ્વારા એન્વાયરમેન્ટલ સાયંસ એન્ડ ટેકનોલોજી, કેમિકલ ટેકનોલોજી, મિકેનીકલ અને ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ અભ્યાસક્રમને પણ અગામી ત્રણ વર્ષમાં NBA દ્વારા એક્રીડીએશન મળે તે દિશામાં પ્રયત્ન શરુ કરી દીધા છે. નેશનલ બોર્ડ ઓફ એક્રીડીએશન (NBA) દ્વારા કેમિકલ એન્જીનીયરીંગ શાખાને એક્રીડીએશન મળવાથી સસ્થામાં કાર્ય કરતા અધ્યાપક ગણ, કર્મચારી ગણ ,વિધાર્થીઓ અને વ્યવસ્થાપક મંડળ માં આનંદની લાગણી જોવા મળી હતી.

Next Story
Share it