Connect Gujarat
ગુજરાત

લોકડાઉન-5 પર મંથન શરૂ! આજે રાજ્યો સાથે વાત કરશે કેબિનેટ સચિવ

લોકડાઉન-5 પર મંથન શરૂ! આજે રાજ્યો સાથે વાત કરશે કેબિનેટ સચિવ
X

કેબીનેટ સચિવ રાજીવ ગૌબા આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ સાથે બેઠક કરશે. પ્રથમ વખત અસરગ્રસ્ત મહાનગરોના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરો પણ આ બેઠકમાં ભાગ લેશે.

કોરોના કટોકટીના પગલે લોકડાઉનનાં સંભવિત પાંચમા તબક્કાને લઈને મંથન શરૂ થઈ ગયું છે. કેબીનેટ સચિવ રાજીવ ગૌબા આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ સાથે બેઠક કરશે. પ્રથમ વખત અસરગ્રસ્ત મહાનગરોના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરો પણ આ બેઠકમાં ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક સવારે 11.30 વાગ્યાથી શરૂ થશે.

નોંધપાત્ર વાત એ છે કે લોકડાઉન ચારનો અંત આવે તે પહેલાં ફરી એકવાર લોકડાઉન-5 નો સૂર સંભળાય રહ્યો છે. 31 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરશે. સૂત્રોનું કહેવું છે કે મન કી બાતમાં પીએમ મોદી અટકળો પર સફાઈ આપી શકે છે. સૂત્રો મુતાબિક લગભગ બે અઠવાડિયા વધુ લોકડાઉન નિશ્ચિત છે.

સરકાર લોકોને વધુ રાહત આપીને તેમના જીવન અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કરતી દેખાઈ રહી છે, પરંતુ સમાચાર એ છે કે કોરોનાથી જે વિસ્તારોમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ત્યાં રાહત આપવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉન 5 11 શહેરોમાં સજ્જડ ચાલુ રહેશે. આ તે શહેરો છે જ્યાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે.

દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, પુણે, થાણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા એવા શહેરો છે. આ 11 શહેરોમાં, ભારતમાં કોરોના ચેપગ્રસ્ત કેસના 70 ટકા કિસ્સા જોવા મળ્યા છે, જ્યારે અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકાતા અને મુંબઇમાં તે વધુ જોખમી છે. દેશના કુલ દર્દીઓમાં 60 ટકા અહીંયા મળી આવ્યા છે.

આ જ કારણ છે કે સરકાર લોકડાઉન -5 વિશે વિચારી રહી છે. લોકડાઉન -5 માં સરકાર આ ક્ષેત્રોમાં કડકતા જાળવશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાય, લોકોને શરતોમાં મુક્તિ આપવામાં આવશે, પરંતુ આ મુક્તિ એક મોટી જવાબદારી સાથે પૂર્ણ કરવામાં આવશે.

Next Story