અમદાવાદ : એક રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર, બીજાને છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ

0
84

એકને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ થાય છે અને બીજાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગર્વ અનુભવે છે તેમ વડાપ્રધાન મોદીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું.

અમદાવાદના મોટેરા સ્ટેડીયમ ખાતે વડાપ્રધાન મોદીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમેરિકા ભારતનો વિશ્વસનીય ભાગીદાર છે. ટ્રમ્પે અહીં આવીને ભારતનું ગૌરવ લાવ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચેનો વિશ્વાસ મજબૂત થયો છે. દરેક ક્ષેત્રે આપણી મિત્રતાનો વ્યાપ વધ્યો છે. ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. જ્યાં મિત્રતા હોય છે,ત્યાં વિશ્વાસ અવિરત હોય છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું, “આ પ્રસંગના નામનો અર્થ – ‘નમસ્તે’ ખૂબ જ ઊંડો છે. આ વિશ્વની સૌથી જૂની ભાષા – સંસ્કૃતનો એક શબ્દ છે. તેનો અર્થ એ છે કે તે માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ તેની અંદરની દિવ્યતાને પણ શુભેચ્છા આપે છે. તેમણે પોતાના ભાષણમાં કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here