Connect Gujarat
Featured

ખેડા : કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડીઆદ ખાતે પ્રથમ દિવસ બાદ સ્ટોપેજ નહીં, જુઓ પછી સાંસદએ શું કર્યું..!

ખેડા : કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડીઆદ ખાતે પ્રથમ દિવસ બાદ સ્ટોપેજ નહીં, જુઓ પછી સાંસદએ શું કર્યું..!
X

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 જેટલી ટ્રેનોનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે નડીઆદ રેલ્વે સ્ટેશનથી પસાર થતી જન શતાબ્દી ટ્રેનને પ્રથમ દિવસે સ્ટોપેજ આપ્યા બાદ બીજા દિવસથી ટ્રેન ઉભી ન રાખવામાં આવતા ખેડા જિલ્લાના સાંસદ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને પત્ર લખી ટ્રેનના સ્ટોપેજ અંગે રજૂઆત કરવામાં આવી છે.

નર્મદા જીલ્લામાં કેવડીયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કનેક્ટિવિટી વધારવા માટે હવે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ગત રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ શહેરોમાંથી કેવડીયાને જોડતી 8 ટ્રેનોને ઓનલાઇન પ્રસ્થાન કરાવી હતી. જોકે નડીઆદ રેલ્વે સ્ટેશનથી પસાર થતી જન શતાબ્દી ટ્રેનને પ્રથમ દિવસે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ બીજા દિવસથી નડીઆદ રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનને થોભાવવામાં આવી ન હતી. જેથી ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જન શતાબ્દી ટ્રેનને નડીઆદ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવે જેથી ખેડા જિલ્લાના લોકોને પણ કેવડીયા સુધી મુસાફરી કરવામાં સરળતા રહે. ઉપરાંત રેલ્વેના રૂટમાં આવતું અતિ મહત્વના તેમજ જંકશન ગણાતા નડીઆદ રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનના સ્ટોપેજ અંગે વિશેષ રજૂઆત કરવામાં આવી છે.

Next Story