Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ નર્મદા વિસ્થાપીતોની માંગણી પૂર્ણ કરો નહીં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં

વડોદરાઃ નર્મદા વિસ્થાપીતોની માંગણી પૂર્ણ કરો નહીં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં
X

નર્મડા ડેમના અસરગ્રસ્તોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વડોદરા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે અસરગ્રસ્ત પામેલા ખેડૂતોનાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વનમંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા કલેકટર વગેરેનાઓએ એક વર્ષ પહેલા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. પરંતુ આજદિન સુધી નિરાકરણ ન આવતા આજે 19 ગામના અસરગ્રસ્તોએ વડોદરા જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વેળા કોઈ પણ અનિચ્છનિય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી એક વર્ષ પહેલા પારણા કરાવેલ અધિકારીઓની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અસરગ્રસ્તોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમ અસરગ્રસ્તો 15 જુન 2016ના રોજ કેવડિયા કોલોની ખાતે અસરગ્રસ્તોના હક, પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે પ્રતિક ઉપવાસ પર બેઠા હતાં. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, વનમંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા કલેકટરે તમામ માંગણીઓનો સ્વીકારણ કરી બે મહિનામાં માંગણીઓનો નિકાલ આવશે તેમ જણાવી પારણા કરાવ્યાં હતાં. પરંતુ આજદિન સુધી આ બધી માંગણી અને પ્રશ્નોનો નિકાલ ન આવતા 10 જુલાઈ 2018ના રોજ ગાંધીનગર ખાતે અસરગ્રસ્તોની બેઠક રાખવામાં આવી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="58590,58591,58592,58593,58594"]

બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જી.આર.એ.ને લગતા પ્રશ્નો હોય જેની અમદાવાદ પ્રાધિકરણમાં બેઠક રાખવામાં આવશે અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. બોડેલી ખાતે 9 ડિસેમ્બર 2017ના જાહેરસભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમના વિસ્થાપિતોનાં પ્રશ્નોના નિકાલ કરવાની જાહેરાત કરી હતી પરંતુ અમારા પ્રશ્નોનું કોઈ પણ પ્રકારનું ધ્યાનમાં લેવાતુ નથી તેમ લાગે છે.

સરદાર સરોવર ડેમ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને અસર કરતો ડેમ છે. મધ્યપ્રદેશના વિસ્થાપીતોને જે લાભો આપવામાં આવેલ છે તે જ લાભો ગુજરાતના અસરગ્રસ્તો માટે પણ સાગ કરવામાં આવે. ડ઼ેમ ત્રણ રાજયોને અસર કરતો હોવાથી ત્રણે રાજયોમાં એક સરખા નિયમ હોવા જોઈએ. ત્રણે રાજયના અસરગ્રસ્તોને એક સરખા લાભો મળવા જોઈએ. આજે ગુજરાતમાં ચારેય તરફ હરીયાળી, પીવા માટે પાણી અને 24 કલાક વીજળી મળે છે તે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્થાપીતોએ વિકાસ માટે આપેલ મોટુ બલીદાન છે.

સરકાર આદિવાસી વિસ્થાપીતો સાથે અન્યાય કેમ કરે છે. વિસ્થાપીતો દ્વારા બે માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી. (1)મધ્યપ્રદેશની પોલિસી પ્રમાણે જમીન મળવી જોઈએ (2) નર્મદા નિગમના પરિપત્ર મુજબ કુટુંબ માંથી એક વ્યકિતને નોકરી મળવી જુએ આ માંગણીઓને સંબંધોની જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જો માંગણીઓ 31 ઓકટબર 2018 સુધીમાં પુરી ન થાય તો આગામી સમયમાં થનાર સ્ટેચ્યુ ઓફ યુનિટનું લોકાર્પણ કરવામાં દેવામાં આવશે નહીં તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. આંદોલનમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છય બનાવ બને તો તેની સંપુર્ણ જવાબદારી કેવિડયા કોલોની ખાતે માંગણી સ્વિકારીને પારણા કરાવેલની રહેશે તેમ આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે.

Next Story