Connect Gujarat
દુનિયા

“176ના મોતનું કલંક” : ઇરાની મિસાઈલથી જ પ્લેન ક્રેશ થયું, અ‘માનવીય ભૂલ સામે યુક્રેને વળતર માંગ્યું

“176ના મોતનું કલંક” : ઇરાની મિસાઈલથી જ પ્લેન ક્રેશ થયું, અ‘માનવીય ભૂલ સામે યુક્રેને વળતર માંગ્યું
X

યુક્રેન એરલાઈન્સનું બોઈંગ 737-800 વિમાન બુધવારે ઈરાનથી ઉડાન ભર્યાની 3 મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેન ક્રેશમાં 176 લોકોના મોત થયા હતા. ઘટના અંગે યુક્રેને કહ્યું હતું કે, પ્લેન ક્રેશમાં કોઈ પણ ટેક્નિકલ ખામી જવાબદાર નથી. તો યુક્રેન પ્લેન ક્રેશના ચોથા દિવસે ઇરાને પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે, દુશ્મનની મિસાઇલ સમજી પ્લેનને તોડી પડાયું હતું.

ઇરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ જણાવ્યુ હતું કે, આ એક માનવીય ભૂલને કારણે યુક્રેનના પ્લેનને

નિશાન બનાવાયું હતું. આ ભૂલને અક્ષમ્ય ગણાવી

અને તેના માટે સેનાના જવાબદાર લોકો પર કેસ ચલાવવામાં પણ આવશે. અગાઉ ઇરાને પ્લેન ક્રેશ મામલે ઇનકાર કર્યો હતો, પરંતુ અમેરિકા, કેનેડા અને બ્રિટને જણાવ્યુ હતું કે, ઇરાને જ પ્લેન ક્રેશ કર્યું છે. ઇરાનના વિદેશ મંત્રી ઝરીફે માફી માંગતા ટિ્વટ કર્યું હતું કે, આ એક અમાનવીય ભૂલ છે. અમેરિકાના દુ:સાહસથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.

ઉપરાંત યુક્રેને ઇરાનને

સંપૂર્ણ તપાસ અને જવાબદારી નક્કી કરવાનું જણાવ્યુ હતું. પ્લેન ક્રેશની ઘટનામાં

મૃતદેહ પરત કરવા અને નુકશાનની ભરપાઇ કરવા અંગે પણ માંગ કરી છે. યુક્રેનના વિદેશ મંત્રી વદિમે કહ્યું હતું કે, અમે

જાતે પ્લેનના બ્લેક બોક્સની તપાસ

કરવા માગીએ છીએ. પરંતુ સામે ઇરાને જવાબ આપતા કહ્યું હતું કે, પ્લેન

ક્રેશની તમામ તપાસ અર્થે બ્લેક બોક્સને ફ્રાન્સ

મોકલવામાં આવશે.

Next Story