Connect Gujarat
દેશ

સુનીલ ગાવસ્કરનું નિવેદન : દેશમાં ઉપથ-પાથલ, વિદ્યાર્થીઓ વર્ગખંડના બદલે માર્ગ પર ઉતરી આવ્યા

સુનીલ ગાવસ્કરનું નિવેદન : દેશમાં ઉપથ-પાથલ, વિદ્યાર્થીઓ વર્ગખંડના બદલે માર્ગ પર ઉતરી આવ્યા
X

26માં લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમ્યાન સુનીલ ગાવસ્કરે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે દેશની વર્તમાન સ્થિતિને લઈ મોટું નિવેદન આપ્યું હતું. દેશમાં ઉપથ-પાથલ છે, તો વિદ્યાર્થીઓ વર્ગખંડના બદલે માર્ગ પર ઉતરી આવ્યા છે. કેટલાક યુવાનો વર્ગખંડમાં બેસવાના બદલે માર્ગો પર છે. બહુમતી વર્ગ હજુ પણ અભ્યાસમાં ભવિષ્ય બનાવવા અને ભારતને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છે. રમત આપણને શિખવાડે છે કે, એક જૂથ થઈને ઘણું આગળ વધી શકાય છે. ભારત પહેલા પણ અનેક સમસ્યાઓનો સામનો કરી ચુક્યો છે, ત્યારે આમાંથી પણ વહેલી તકે છુટકારો મેળવી લેશે.

હાલ, દેશભરમાં અનેક જગ્યા પર નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતાને

લઈ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જે દરમ્યાન દેશનું ભાવિ સમાન અનેક યુવાનો વિરોધ

પ્રદર્શનમાં જોવા મળ્યા. દિલ્હીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને ઉત્તરપ્રદેશની અલીગઢ

મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ CAA અને NRCનો વિરોધ કરવા માર્ગ પર ઉતર્યા હતા ત્યારે હિંસા પણ થઈ હતી. જેએનયુમાં

કેટલાક બુરખાધારીએ કેમ્પસમાં ઘૂસીને હુમલો કરતાં અનેક વિદ્યાર્થીઓ ઇજા પામ્યા હતા.

Next Story