Connect Gujarat
દુનિયા

સુપર સ્ટાર ખેલાડી મારિયા શારાપોવાએ લીધી ટેનિસમાંથી નિવૃતી

સુપર સ્ટાર ખેલાડી મારિયા શારાપોવાએ લીધી ટેનિસમાંથી નિવૃતી
X

ટેનિસ રમતમાં ભૂતપૂર્વ નંબર વન રહી ચૂકેલી અને પાંચ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા રૂસની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ ટેનિસને ગુડ બાય કહી દીધું છે. રશિયાની સ્ટાર ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ બુધવારે 32 વર્ષની વયે ટેનિસમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

મારિયા શારાપોવાએ સન્યાસ લેવાનું કારણ પણ જણાવ્યું છે તેણીએ

જણાવ્યુ હતું કે, ઈજાને લગતી સમસ્યાઓ વધી જતાં એનું શરીર રમત

રમવામાં સાથ આપતું નહોવાથી તે નિવૃત્તિ લઈ રહી છે. વોગ અને વેનિટિ ફેરમાં મારિયાએ

જણાવ્યું હતું કે, ટેનિસ- હું

તને ગુડબાય કહું છું. શારાપોવા 2005ની 22 ઓગસ્ટે

તેની કારકિર્દીમાં પહેલી વાર વર્લ્ડ નંબર-વન બની હતી ત્યારે એની ઉંમર માત્ર 18 વર્ષ હતી. મહિલા ટેનિસના

સિંગલ્સ રેન્કિંગ્સમાં નંબર-વન બનનાર એ પહેલી રશિયન ખેલાડી બની હતી. મારિયા

શારાપોવાએ 2008માં 20 વર્ષની વયે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યું હતું.

વર્ષ 2016માં શારાપોવા પર ડોપિંગને કારણે 15 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. વર્ષ 2017 એપ્રિલ મહિનામાં તેણે ટેનિસ કોર્ટ પર વાપસી કરી

હતી.

Next Story