Connect Gujarat
ગુજરાત

સુપ્રીમ કોર્ટે મહાત્મા ગાંધીને ‘ભારત રત્ન’ની ફગાવી અરજી,જાણો કેમ?

સુપ્રીમ કોર્ટે મહાત્મા ગાંધીને ‘ભારત રત્ન’ની ફગાવી અરજી,જાણો કેમ?
X

ચીફ જસ્ટિસે કહ્યું, તેમનો દરજ્જો તેનાથી પણ ઊંચો

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં અપીલ

કરવામાં આવી છે કે મહાત્મા ગાંધીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી

નવાજવા જોઈએ. શુક્રવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે અરજદારને કહ્યું

હતું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રના પિતા છે અને તેઓ આવા કોઈ

ઔપચારિક સન્માન કરતા ઘણા મોટા છે.

જોકે, અરજદારને કોર્ટ વતી

કહેવામાં આવ્યું છે કે તે આ મુદ્દો કેન્દ્ર સરકારની સામે ઉભા કરી શકે છે. પરંતુ

ખુદ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને સૂચના આપવાનો ઇનકાર કરી દીધો છે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ

કહ્યું કે, મહાત્મા ગાંધી માટે ભારત રત્ન શું છે? તેઓ ભારત રત્ન કરતા ઘણા મોટા છે. અમે પણ ઇચ્છીએ છીએ કે તેને માન મળવું

જોઈએ, પરંતુ દેશના લોકો તેમને કોઈ ઓપચારિક સન્માન કરતા વધારે

માને છે.

તમને જણાવી દઈએ કે ભારત રત્ન દેશનો સર્વોચ્ચ

નાગરિક સન્માન છે. જે કોઈપણ વ્યક્તિને દેશના શ્રેષ્ઠ યોગદાન માટે આપવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય આની ભલામણ કરે છે, ત્યારબાદ ભારતના

રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત વ્યક્તિને ભારત રત્ન એનાયત કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં ભારત રત્ન કોને અપાયો છે?

1954 થી ભારત રત્ન એનાયત કરવામાં આવી રહ્યો છે

અને અત્યાર સુધી 48 નાગરિકોને આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત સરકારે

ગત વર્ષે ત્રણ હસ્તીઓને ભારત રત્ન એનાયત કર્યો હતો. તે પૈકી પૂર્વ રાષ્ટ્રપતિ

પ્રણવ મુખર્જી, ગીતકાર ભૂપેન હજારિકા અને સમાજસેવક નાનાજી

દેશમુખને ભારત રત્ન અપાયો હતો.

મહાત્મા ગાંધીજીને Father of the Nation એટ્લે કે, રાષ્ટ્રપિતાનો દરજ્જો પ્રાપ્ત છે. આઝાદીની

ચળવળમાં દેશની જનતાને જોડનારા મહાત્મા ગાંધીનું દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં

આદર કરવામાં આવે છે. 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા

ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Next Story