Connect Gujarat
દેશ

સુપ્રીમ કોર્ટ : સેનામાં મહિલાઓ માટેના સ્થાયી કમીશનને મંજૂરી

સુપ્રીમ કોર્ટ : સેનામાં મહિલાઓ માટેના સ્થાયી કમીશનને મંજૂરી
X

ભારતીય સેનામાં મહિલા અધિકારોના મામલે સુપ્રીમ કોર્ટમાં આજ

રોજ

મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય

રસ્તોગીની બેંચે આ મામલે ચુકાદો સંભળાવતા કહ્યું કે આપણે આપણી માનસિકતા બદલવી

પડશે. કોર્ટે કહ્યું કે સેનામાં મહિલા અધિકારીઓની નિમણૂક એક વિકાસવાદી પ્રક્રિયા

છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સિક્કો લગાવતા મહિલા અધિકારીઓને સેનામાં

મળનારા સ્થાયી કમીશન પર ચુકાદો સંભળાવ્યો છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર

સરકારની ઝાટકણી લગાવતા કહ્યું કે, હાઈકોર્ટના ચુકાદા પર રોક

લગાવવામાં ન હતી આવી તેમ છતા પણ કેન્દ્ર સરકારે હાઈકોર્ટના આ ચુકાદા પર અમલ કર્યો

ન હતો. હાઈકોર્ટના ચુકાદા પર કાર્યવાહી કરવા માટેનું કોઈ કારણ અથવા કોઈ

વ્યાજબીપણું નથી. કોર્ટે નવ વર્ષના સમયગાળા બાદ કેન્દ્ર 10 ધારાઓ માટે નવી નીતિ લઈને આવ્યું

છે.

30 ટકા મહિલાઓ હાલમાં લડાકૂ

ક્ષેત્રોમાં ફરજ બજાવી રહી છે

કોર્ટે કહ્યું કે તમામ નાગરિકોને

અવસની સમાનતા, લૈંગિક

ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારીનું માર્ગદર્શન કરશે. મહિલાઓની શારીરિક વિશેષતાઓ

પર કેન્દ્રના વિચારોને કોર્ટમાં ફગાવી દેતા કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર

દ્રષ્ટિકોણ અને માનસિકતામાં ફેરફાર કરે. સેનામાં ખરેખર અર્થમાં સમાનતા લાવવી પડશે.

30 ટકા મહિલાઓ

હાલમાં લડાકૂ ક્ષેત્રોમાં ફરજ બજાવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,

મહિલાઓ

પુરુષો સાથે ખેભે-ખભો મિલાવીને કામ કરે છે. કેન્દ્રની દલીલો આશ્ચર્ય પમાડનારી છે.

Next Story