Connect Gujarat
દેશ

સુપ્રીમ કોર્ટમાં ૧૧વર્ષ પછી ન્યાયાધીશોની નિર્ધારિત સંખ્યા પૂરી, ૪ નવા જજે લીધા શપથ

સુપ્રીમ કોર્ટમાં ૧૧વર્ષ પછી ન્યાયાધીશોની નિર્ધારિત સંખ્યા પૂરી, ૪ નવા જજે લીધા શપથ
X

સરકારે ૨૦૦૮માં પદ ૨૬થી વધારીને ૩૧ કર્યા હતા

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચાર જજને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યાં. હવે ઉચ્ચ અદાલતમાં જજની નિર્ધારિત સંખ્યા ૩૧ પૂરી થઈ ગઈ છે. નવા જજમાં જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ બીઆર ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. કોલેજિયમે ગત દિવસોમાં તેમના નામની ભલામણ કેન્દ્રની પાસે મોકલી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે ચાર જજની નિમણૂક માટે આદેશ જાહેર કર્યા હતા.

વરિષ્ઠતા ક્રમ મુજબ જસ્ટિસ ગવઇ ૨૦૨૫માં ૬ મહિના માટે ચીફ જસ્ટિસ બનશે. તેઓ જસ્ટિસ (રિટાયર્ડ) કેજી બાલકૃષ્ણન પછી અનુસૂચિત જાતિથી આવતા બીજા CJI હશે. જે બાદ જસ્ટિસ સૂર્યકાંત તેમના ઉત્તરાધિકારી હશે અને નવેમ્બર ૨૦૨૫ થી ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીમાં સીજેઆઈનું પદ સંભાળશે. જસ્ટિસ ગવઇ બોમ્બે હાઈકોર્ટના જજ, જ્યારે જસ્ટિસ સૂર્યકાંત હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે.

Next Story