Connect Gujarat
Featured

સુરત: દિવાલ પર લટકતી બેગ સાથે રમતા 10 વર્ષીય બાળકને લાગ્યો ફાંસો, જાણો વધુ

સુરત: દિવાલ પર લટકતી બેગ સાથે રમતા 10 વર્ષીય બાળકને લાગ્યો ફાંસો, જાણો વધુ
X

સુરતમાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સચિન જીઆઇડીસી ખાતે લટકતી કપડાંની બેગ સાથે રમી રહેલા 10 વર્ષીય બાદને ફાંસો લાગી જતા મોત નીપજ્યું છે.

સુરત શહેરના સચિન જીઆઇડીસી ખાતે રહેતો નેબુલાલ રાજભરનો 10 વર્ષનો અંશ દિવાલ પર લટકતી કપડાંની બેગને ગળામાં લઈ રમી રહીયો હતો. તે દરમિયાન ફાંસો લાગી જતા મોત નીપજ્યું છે. પડોસમાં રહેતી મહિલાની અંશ પર નજર પડતા બુમાબુમ કરતા આસપાસ લોકો દોડી આવ્યા હતા. કામ પર ગયેલા અંશના માતા પિતાને જાણ થતાં ઘરે દોડી આવ્યા હતા. માસૂમ અંશને મૂર્તક હાલતમાં જોઈ પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું.

મૂળ ઉત્તરપ્રદેશના વતની સચિન જીઆઇડીસી ખાતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નેબુલાલ રાજભરના ત્રણ સંતાનોમાં અંશ સૌથી નાનો પુત્રો હતો 7 મહિના પહેલા જ વતનથી સુરત આવ્યો હતો. ઘરમાં દીવાલ પર લટકતી કપડાંની બેગમાં માથું નાખી રમી રહેલા અંશને ફાંસો લાગી જતા મોત નિપજતા પરિવારમાં ભારે શોક ફેલાઈ ગયો છે. બનાવને લઈ સચિન જીઆઇડીસી પોલીસે બાળકનો મૂર્તદેહ પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.

Next Story