Connect Gujarat
ગુજરાત

સુરતઃ કતારગામમાં રોમિયોગીરી કરતાં તત્વોનો આતંક, એક યુવાનને ઢોર માર માર્યો

સુરતઃ કતારગામમાં રોમિયોગીરી કરતાં તત્વોનો આતંક, એક યુવાનને ઢોર માર માર્યો
X

સોસાયટીની બહાર આવેલી દુકાનો ઉપર અડ્ડો જમાવીને બેસતાં તત્વોને પડકારતાં થયો હુમલો

સુરતમાં સોસાયટી હોય કે પછી શાળા કે પછી કોલેજ, ટ્યુશન ક્લાસની બહાર અસામાજિક તત્વોની રોમિયોગીરી દિન- પ્રતિદિન વધી રહી છે. આ રોમિયોગીરી કરતા તત્વોને ટકોર કરતા હોવાથી સ્થાનિક લોકો પણ ઘભરાઈ રહ્યા છે. કારણે ટકોર કરનાર વ્યક્તિ પર રોમિયોગીરી કરતા લુખ્ખાતત્વો હુમલો કરી રહ્યા છે.

આવી જ કંઈક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. જ્યાં સોસાયટી અને દુકાન આગળ બેસી ટપોરીગીરી કરતા લુખ્ખાતત્વોએ યુવકોને ઢોર માર મારી હોસ્પિટલ પોહચાડી દીધો છે. જે ઘટના સીસીટીવી માં કેદ થતાં પોલીસે ત્રણ લોકોની અટકાયત પણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં રોમિયોગીરી કરતા ઇસમોની દાદાગીરી સામે આવી છે. કતારગામ નજીક આવેલી ગાયત્રી સોસાયટી વિભાગ-4 માં રહેતા મહેશ ભીખુભાઇ માલનકીયા અને તેના પિતરાઈ ભાઈને રોમીયોગીરી કરતા તત્વો દ્વારા ઢોર માર મારી હિંસક હુમલો કર્યો હતો. મહેશની સોસાયટી બહાર જ ત્રણ જેટલી દુકાનો આવેલી છે. જે દુકાનો બહાર કૌશિક મેવાડા અને અનિલ સંગા નામના ઈસમો પોતાના અન્ય સાગરીતો સાથે બેસી અડ્ડો જમાવે છે. અહીં બેસી દુકાન પર આવતી - જતી મહિલાઓને પણ ટાંકીને એક નજર જોયા કરતા હોય છે.

ગત તારીખ 28 મી જુલાઈના સાંજના પાંચ થી છ વાગ્યાના અરસામાં આ તત્વો દુકાન બહાર અડ્ડો જમાવી બેઠાં હતાં. જે અંગે મહેશભાઈ અને પિતરાઈ ભાઈએ દુકાન આગળથી ખસી જવા ટકોર કરી હતી. છતાં ન હટતાં પિતરાઈ ભાઈએ મહેશભાઈને જાણ કરી હતી. જ્યાં બાદમાં સમજાવટ માટે આવેલા મહેશભાઈ અને તેના ભાઈને આ તત્વોએ બૉથડ સાધન વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો. જ્યાં ઈજાગ્રસ્ત હાલતમાં મહેશભાઈને સારવાર અર્થે સૌ પ્રથમ સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમણે હાથના અને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી.ઈજાગ્રસ્ત મહેશભાઈ હાલ પણ સારવાર હેઠળ છે.

બીજીતરફ કતારગામ પોલીસે મહેસભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી હુમલાખોર અને રોમિયોગીરી કરતા ત્રણ ઇસમોની અટકાયત પણ કરી છે.સમગ્ર આ ઘટના સીસીટીવી માં કેદ થઈ છે.જે સીસીટીવી ફુટેજ પણ પોલીસે કબ્જે કર્યા છે.ઈજાગ્રસ્ત પામેલા મહેશભાઈએ જણાવ્યું હતું કે અગાઉ પણ કતારગામ પોલીસને લેખિતમાં રજુવાત કરવામાં આવી હતી.છતાં આ તત્વો ફરી અહીં ડેરો જમાવી બેસી રહે છે.નજીકમાં શાળા આવેલી છે.જ્યારે શાળા છૂટે છે ,ત્યારે અહીંથી પસાર થતી યુવતીઓને પણ આ તત્વો એક નજરે જોયા કરે છે. અહીં રોમિયોગીરી કરતા તત્વોનો ન્યુસન્સ કાયમી માટે બંધ થાય તેવી માંગ છે.

કતારગામ વિસ્તારમાં લુખ્ખાતત્વો અને રોમિયોગીરી કરતા આ તત્વો ની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.જે ફુટેજમા સ્પષ્ટ દેખાઈ આવે છે કે એક વ્યક્તિને ચારથી - પાંચ લોકો કઈ રીતે ઢોર માર મારે છે.હાલ તો પોલીસે આ સીસીટીવી ફુટેજ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Next Story