Connect Gujarat
Featured

સુરત : પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા 12 કર્મચારીઓને આવ્યો કોરોના પોઝિટિવ, જુઓ મનપાએ શું કર્યું..!

સુરત : પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા 12 કર્મચારીઓને આવ્યો કોરોના પોઝિટિવ, જુઓ મનપાએ શું કર્યું..!
X

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના પેટ્રોલ પંપો પર કામ કરતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં અઠવા ઝોનમાં ઉધના-મગદલ્લા રોડ પર આવેલ ભારત પેટ્રોલિયમના 12 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવતા પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યો છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં મનપા દ્વારા શ્હરેમાં ગત તા. 10 સપ્ટેમ્બરથી સુપર સ્પ્રેડરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

મનપા દ્વારા શહેરના પેટ્રોલ પંપ ફરજ બજાવતા 884 જેટલા કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 16 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પૈકી ઉધના-મગદલ્લા રોડ પર ગાંધી કુટિર નજીક આવેલ ભારત પેટ્રોલિયમના 12 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા મનપા દ્વારા પેટ્રોલ પંપને બંધ કરવાની ફરજ પડી હતી.

Next Story