Connect Gujarat
Featured

સુરત: આગામી 2 દિવસ શહેરીજનોને પાણી મળશે નહીં, જાણો મનપા દ્વારા કેમ કરાયો છે પાણી કાપ

સુરત: આગામી 2 દિવસ શહેરીજનોને પાણી મળશે નહીં, જાણો મનપા દ્વારા કેમ કરાયો છે પાણી કાપ
X

સુરત શહેરના 70 ટકા જેટલા વિસ્તારમાં તા. 28થી 29 ફેબ્રુઆરી એમ બે સુધી શહેરીજનોને પાણી પુરવઠો મળશે નહીં. પાણીની લાઈનમાં મહત્વના સમારકામ અર્થે શહેરના અલગ અલગ વિસ્તરમાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.

સુરત મનપા દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં 50 વર્ષ જૂની પાણીની પાઇપલાઈન બદલવાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. જેમાં વરાછા ગરનાળા નજીક કામ પૂર્ણ થઈ જતા નવી લાઈનનું જોડાણ આપવાનું હોવાથી તા. 28થી 29 ફેબ્રુઆરી એમ બે સુધી 70 ટકા જેટલા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન વિસ્તાર, ઉધના, પાંડેસરા, ખટોદરા, મજૂરાગેટ, અઠવા, વેસુ, ડુમસ, પારલે પોઇન્ટ સિટીલાઇટ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે, ત્યારે સુરત મનપા દ્વારા લોકોને પહેલેથી જ પાણીનો સંગ્રહ કરી લેવા સૂચન કરવામાં આવ્યું છે.

Next Story