Connect Gujarat
ગુજરાત

સુરત: રસ્તા ઉપર રાહદારી પાસેથી મોબાઈલ આંચકી લેતા 2 પરપ્રાંતીય ઈસમો કડોદરા પોલીસના સકંજામાં

સુરત: રસ્તા ઉપર રાહદારી પાસેથી મોબાઈલ આંચકી લેતા 2 પરપ્રાંતીય ઈસમો કડોદરા પોલીસના સકંજામાં
X

કડોદરા

તેમજ આજુબાજુ ના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ સામે

આવતી હતી. પોલીસ સ્ટેશનમાં પણ આ ઘટનાઓની અવારનવાર ફરિયાદ આવતી હતી. જેને ધ્યાનમાં રાખી કડોદરા પોલીસે મોબાઈલ આંચકી લેતી ટોળકીને પકડવવા તપાસ

હાથ ધરી હતી.

કડોદરા

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ બન્ને આરોપીઓ નંબર પ્લેટ વગર બાઈક લઈ કડોદરા-સુરત

રોડ પાસે આવેલ ગબ્બર માતાના મંદિર પાસેથી પસાર થવાના હતા. આ બાતમીને ધ્યાનમાં રાખી કડોદરા

જી.આઈ.ડી.સી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન આ બન્ને આરોપીઓ શંકાસ્પદ લાગતાં તેમની કડક પૂછપરછ કરતા, તેમની પાસેથી 11 જેટલા મોબાઈલ અને 1 બાઈક મળી કુલ 99.500 નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીની ધરપકડ

કરી હતી.

આ બન્ને આરોપીઓ 17 વર્ષ જેટલી ઉમમરના અને તેઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા

મળ્યું હતું.આ બન્ને આરોપીઓ ફુલ સ્પીડે બાઇક ચલાવી, ચાલતા રાહદારીઓ પાસે આવી ચાલુ બાઈકે જ ફોન આંચકી લઈ મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા

હતા.

Next Story