Connect Gujarat
ગુજરાત

સુરતના લિંબાયતમાં બકરામંડીનું આખરે શરૂ કરાયું ડિમોલેશન !

સુરતના લિંબાયતમાં બકરામંડીનું આખરે શરૂ કરાયું ડિમોલેશન !
X

આગામી બકરા ઇદના કારણે બનાવાયું હતું. બકરા બજાર

સુરતના લિંબાયત ખાતે ઝોન વિસ્તારમાં આવેલ પાલિકાના ખુલ્લા મેદાનમાં ગેરકાયદે પતરાનો સેડ બનાવી ઉભી કરાયેલ બકરામંડીનું ડીમોલેશન તંત્ર દ્વારા આંભાયું હતું.લિંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે પાલિકાના ખુલ્લા મેદાનમાં ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા પતરાનો સેડ બનાવી ત્યાં બકરાઓનું વેચાણ શરૂ કરાયું હતું. જે બાબતે આ દબાણ હટાવી લેવા તંત્ર દેઆર આ સેડ ધારકોને અગાઉ નોટિસ પણ અપાઇ હતી. પરંતુ નોટિસ આપવા છતાં પણ દબાણ હટાવવાની જગ્યાયે યથાવત રાખી બકરા વેચવાનું ચાલુ રખાતા આખરે આ જગ્યા પરનું દબાણ હટાવવા ડિમોલેશન હાથ ધરાયું હતું.

ડિમોલેશન દરમિયાન કોઇ અડચણ ના ઉભી થાય તે હેતુસર પોલીસની ફોજ ઉતારી પોલીસ પ્રોટેક્શન સાથે બકરા ઇદને ધ્યાને રાખી બનાવાયે બકરા બજારનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું.

Next Story
Share it