Connect Gujarat
ગુજરાત

સુરતઃ જીમમાં ઢળી પડતાં એકનું મોત, ખાલી પેટે કસરત કરતાં મોત થયાનું અનુમાન

સુરતઃ જીમમાં ઢળી પડતાં એકનું મોત, ખાલી પેટે કસરત કરતાં મોત થયાનું અનુમાન
X

મૃતક રાત્રિ પાળીની નોકરી કરી સીધા જ જીમમાં કસરત કરવા જતો હતો

સુરતનાં બમરોલી વિસ્તારમાં આવેલા એક જીમમાં પરપ્રાંતિયનું કસરત બાદ મોત નિપજ્યું. જીમમાં બેન્ચ મારી ઉભા થતાની સાથે જ જીતુ નાયક જમીન પર ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બમરોલી વિસ્તારમાં આવેલા એક જીમમાં ઓરિસ્સાનાં વતની જીતુ મગડ નાયક સંચાનો કારીગર હતો. જે રાત્રિ પાળીમાં નોકરી કરતો હતો. અને દરરોજ સવારે જીમમાં કસરત કરવા માટે જતો હતો. ત્રણ વર્ષ પહેલાં જીતુ પોતાને વતન ચાલ્યો ગયો હતો. જે છેલ્લા 5 મહિનાથી પરત આવ્યો હતો અને નોકરીમાં જોતરાયો હતો. જીતુ તેમા ભત્રિજા સાથે એક જ જીમમાં કસરત કરવા જતો હતો. દરમિયાન આજ રોજ બન્ને જીમમાં ગયા હતા. જ્યાં તે નોકરી ઉપરથી સીધો જ કસરત કરવા માટે આવ્યો હતો.

જીમમાં કસરત કરતી વેળા બેન્ચ મારીને ઊભો થતાં જીતુ અચાનક ઢળી પડ્યો હતો. જે બાત ભત્રિજાએ જીમનાં સંચાલક સંપતને જાણ કરતાં તરત જ જીતુને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરનાં તબીબોએ જીતુને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મોતનું કારણ જાણવા પીએમ માટેની કામગીરી શરૂ કરી હતી.

મૃતક જીતુના પરિવારમાં ભાઈ-ભાભી અને માતા વતનમાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પ્રાથમિક તબક્કે ખાલી પેટે જિમમાં કસરત કરતાં જીતુનું મોત થયું હોવાનું સિવિલના તબીબોએ અભિપ્રાય જણાવ્યો હતો.

Next Story