Connect Gujarat
ગુજરાત

સુરતના ડીંડોલીમાંથી મળેલી માતા પુત્રીની લાશનો ઉકેલાયો ભેદ !

સુરતના ડીંડોલીમાંથી મળેલી માતા પુત્રીની લાશનો ઉકેલાયો ભેદ !
X

એક આરોપીની પુણે અને એકની સુરતથી ધરપકડ કરવામાં આવી

સુરતના ડીંડોલીમાંથી કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે. સુરતના એક ખેતર નજીક ખેતરાળી નહેરમાંથી મહિલા અને બાળકની હત્યા કરાયેલી લાશ ભરેલો પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. એ સાથે જ ડિંડોલી પોલીસ ઉપરાંત શહેરભરની પોલીસ દોડતી થઈ હતી.

હાલ પોલીસને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. અને આ ઘટનામાં હત્યા મહિલાના પ્રેમી અને તેના મિત્ર દ્વારા જ કરવામાં આવી હતી.ડિંડોલી પોલીસે અજાણી મહિલા અને બાળકની હત્યા કરનારા અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ૩ મહિને હત્યારાઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. અને બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ત્રણ મહિનાની મહેનત બાદ પોલીસને મહિલા અને બાળકની હત્યાનો ભેદ ઉકેલવામાં સફલતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપીની પુણે અને એકની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા કરનાર મહિલાનો પ્રેમી અને તેનો મિત્ર છે. ડીંડોલી વિસ્તારમાં જ હત્યા કરવામાં આવી હતી બાદમાં કોથળામાં નાખી ફેંકી દેવામાં આવી હતી. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Story