Connect Gujarat
ગુજરાત

સુરતઃ BRTS બસમાં આગ ચાંપી રહેલા યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

સુરતઃ BRTS બસમાં આગ ચાંપી રહેલા યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
X

સરથાણ પોલીસે અલગ અલગ ગુના નોંધી અત્યારસુધીમાં 19 લોકોની અટકાયત કરી લીધી છે

સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાની વર્ષ 2015ના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠ્યા હતા. દરમિયાન ટોળાં દ્વારા બીઆરટીએસ ડેપોમાં તોડફોડ અને બીઆરટીએસ બસને ફૂંકી મારવામાં આવી હતી. જેથી વાતાવરણ તંગ બની ગયું હતું. આ દરમિયાન બીઆરટીએસ બસમાં આંગ ચાંપી રહેલા યુવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સરથાણા પોલીસ દ્વારા ટોળાં સામે રાયોટિંગના બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા 19ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે પાટીદાર વિસ્તારમાં સિટી બસ અને બીઆરટીએસ બંધ કરી દેવામાં આવી છે. અને એસટી રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સતત પાટીદાર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

Next Story