Connect Gujarat
ગુજરાત

સુરત : ચાર વર્ષીય બાળા સાથે દુષ્કર્મ, શંકાસ્પદ આરોપી સીસીટીવીમાં દેખાયો

સુરત : ચાર વર્ષીય બાળા સાથે દુષ્કર્મ, શંકાસ્પદ આરોપી સીસીટીવીમાં દેખાયો
X

સુરત શહેરમાં મહિલાઓ તથા બાળકીઓ પર અત્યાચારના બનાવો વધી રહયાં છે. સચીન વિસ્તારમાં ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરાયું હોવાનો ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે.

દેશની સાથે સુરતમાં પણ દુષ્કર્મના બનાવો વધી ગયાં છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે હવસખોરનો શિકાર બની છે માત્ર ચાર વર્ષીય બાળકી. દુષ્કર્મનો શંકાસ્પદ આરોપી સીસીટીવીમાં દેખાઇ રહયો હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે વિવિધ ટીમો કામે લગાડી છે. સચીન જીઆઈડીસીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રાત્રે પિતા સાથે ઘર નજીક રામલીલા જોવા ગઈ હતી, ત્યારે ભીડમાંથી બાળકીનું અપહરણ થઇ ગયું હતું.

પરિવારે આખી રાત શોધખોળ કરતું રહ્યું અને સોમવારે સવારે ચાર વાગે બાળકી કડકડતી ઠંડીમાં જાતે જ ઘરે આવી હતી. બાળકીને સમજાવીને પરિવારે પૂછતા તેણે પોતાની સાથે તમાચા મારી ચપ્પુની અણીએ દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસને જાણ કરતા અજાણ્યા આરોપી વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ યુવક દેખાઇ રહયો હોવાથી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

Next Story
Share it