Connect Gujarat
Featured

સુરત : સગીરાની લાજ લેનારા પાંચ આરોપીની ધરપકડ, પોલીસ સ્ટેશન બહાર જામ્યા ટોળા

સુરત : સગીરાની લાજ લેનારા પાંચ આરોપીની ધરપકડ, પોલીસ સ્ટેશન બહાર જામ્યા ટોળા
X

સુરતમાં રહેતી સગીરા પર છ મહિના પહેલા સામુહિક દુષ્કર્મ કરી વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી બીજી વખત સગીરાને ઉઠાવી જવાનો પ્રયાસ કરનારા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

સુરત શહેરમાં રહેતાં એક પરિવાર ઉપર ત્રણ યુવાનોએ હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો હતો. હુમલાખોરોએ પરિવારની સગીરા સાથે છ મહિના પહેલાં સામુહિક દુષ્કર્મ કર્યું હતું. સામુહિક દુષ્કર્મનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ કરી દેવાની તથા મોંઢા પર એસિડ ફેંકવાની ધમકી સગીરાને આપવામાં આવી રહી હતી. ગુરૂવારના રોજ આરોપીઓએ સગીરાને ઉઠાવી જવાનો પ્રયાસ કરતાં તેણે પ્રતિકાર કર્યો હતો. જેની રીસ રાખી તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસે સોમવારે મોડી રાત્રે તરૂણી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપી જય ખોખરીયા અને હત્યાના પ્રયાસ અને છેડતીના ગુનામાં જયના કાકા જીતુ ખોખરીયા અને અન્ય પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

સામુહિક દુષ્કર્મના આરોપીઓને કતારગામ પોલીસ સ્ટેશન ખાતે લવાયા હોવાની જાણ થતાં પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા એકત્ર થઇ ગયાં હતાં. ટોળાએ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. હાલ તો પોલીસે ઝડપાયેલાં પાંચેય આરોપીઓના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Next Story