Connect Gujarat
ગુજરાત

સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં તોડબાજ પત્રકારોની ધરપકડ કરતી સલાબતપુરા પોલીસ!

સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં તોડબાજ પત્રકારોની ધરપકડ કરતી સલાબતપુરા પોલીસ!
X

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપાર કરતા ભવરસિંગ રાઠોડને ત્યાં ચાર ઈસમો પત્રકાર તરીકેની ઓળખ આપી વેપારીને ધમકી આપી હતી કે,તમારી ત્યાં બાળ મજૂર કામ કરે છે.જેની પોલીસમાં ફરિયાદ કરી દેવાની ધમકી આપી વેપારી પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી.

આ મામલે ટેક્સટાઈલ એસોસિએશનના હોદ્દેદારો ખબર પડતાં માર્કેટમાં ભેગા થયા હતા અને પોલીસ બોલાવી ન્યૂઝ ટુડેના નામે ઓળખ આપના ચારે ઇસમોને પોલીસ સ્ટેશનમાં ભેગા કર્યા હતા.

સલાબતપુરા પોલીસ મથકે કાપડ વેપારી ભવરસિંગ રાઠોડે ફરિયાદ આપી પોલીસે ન્યૂઝ ટુડે ચેનલના નામે ઓળખ આપનાર તોડબાજ હિરેન વસંતલાલ મહેતા, અભિષેક જીતેન્દ્ર કટારીયા,યોગેશ ગણેશ અહિરે,સતીશ કૈલાસ સિરસાથ નામના ઇસમોની ધરપકડ કરી હતી.

આ ચારે ઈસમો એ અલગ અલગ માર્કેટ જઈ આવીજ રીતે અત્યાર સુધીમાં વેપારીઓ પાસે થી ૧ લાખ ૩૧ હજાર પડાવી લીધા છે. હાલ આ ચારે તોડબાજ પત્રકારોની ધરપકડ કરી સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story