Connect Gujarat
Featured

સુરત : 65 હજારનો પગારદાર 20 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો..જાણો કેવી રીતે ?

સુરત :  65 હજારનો પગારદાર 20 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો..જાણો કેવી રીતે ?
X

રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં પકડાઈ ગયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી.

રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવસિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં પકડાઈ ગયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા ફરજ દરમિયાન અકસ્માતમાં અવસાન થતા યુવકની માતા પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્રસિંધ પાલને મળી હતી. હજુ પેન્શન નક્કી કરાઇ તે પહેલાં જ મેનેજરે 20 હજારની લાંચ માંગી હતી.

પુત્રએ આવા લાંચિયાને સબક શીખવવા માટે એસીબીમાં ફરિયાદ કરી હતી. મંગળવારે બપોરે લાલદરવાજા કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીના મેઇન ગેટની સામે એસીબીએ છટકું ગોઠવીને મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને 20 હજારની લાંચ લેતા રંગેહાથે પકડી પાડયો હતો. એસીબીની ટ્રેપને કારણે મેનેજરનો પસીનો છુટ્ટી ગયો હતો અને બચવા માટે ભારે ધમપછાડા કર્યા હતા.

Next Story