Connect Gujarat
Featured

સુરત : કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ 800 બેડ, મુખ્યમંત્રીએ લીધી સિવિલની મુલાકાત

સુરત : કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ 800 બેડ, મુખ્યમંત્રીએ લીધી સિવિલની મુલાકાત
X

સુરત શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે કીડની હોસ્પિટલ ખાતે આધુનિક સુવિધાઓથી સજજ વધુ 800 બેડ તૈયાર કરાયાં છે. રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોસ્પિટલની મુલાકાત લઇ સુવિધાઓની ચકાસણી કરી હતી.

સુરત શહેરમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો હોવાથી હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહયાં હોવાની ફરીયાદો ઉઠી હતી. સુરતના મજુરા ગેટ વિસ્તારમાં બની રહેલી કીડની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં પરિવર્તિત કરાય છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે 800 બેડ તૈયાર કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, આરોગ્યમંત્રી કુમાર કાનાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ રવિવારના રોજ હોસ્પિટલની મુલાકાત લઇ સુવિધાઓની ચકાસણી કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સ્થિતિ વિશે જાણકારી મેળવી જરૂરી આદેશો કર્યા હતાં.

Next Story