Connect Gujarat
Featured

સુરત : ઉધનામાં ભીમનગર નજીક થઈ બુટલેગરની હત્યા, CCTVના આધારે પોલીસે શરૂ કરી તપાસ

સુરત : ઉધનામાં ભીમનગર નજીક થઈ બુટલેગરની હત્યા, CCTVના આધારે પોલીસે શરૂ કરી તપાસ
X

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ભીમનગર નજીક રેલ્વે ટ્રેકની બાજુમાં ગત મધરાત્રે એક બુટલેગરની કરપીણ હત્યા થતાં પોલીસ દોડતી થઈ હતી. જેમાં ધંધાકિય અદાવતમાં હત્યા કરાઇ હોવાની આશંકા છે, ત્યારે હુમલાના CCTV ફૂટેજ દ્વારા પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, ઉધના વિસ્તારના ભીમનગરમાં દારૂનો ધંધો કરતા નામચીન બુટલેગર કાલુની અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી હતી. ઉધના અને રેલ્વે પોલીસની હદમાં કાલુ મોટા પાયે દારૂનો વેપલો તેના વિરુદ્ધ સંખ્યાબંધ ગુન્હાઓ પણ નોંધાયા છે. જોકે ઘણા બુટલેગરો સાથે તેને દારૂની ધંધાકિય અદાવત હોવાનું પણ જાણવા મળ્યું છે, ત્યારે ગત મધરાત્રે ભીમનગરમાં કાલુ પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. કાલુ જીવ બચાવીને ડિંડોલી તરફ દોડતા રેલ્વે ટ્રેકથી થોડા અંતરે કાલુને પકડી તેના ગળા અને હાથના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હુમલાખોરો નાસી છૂટ્યા હતા, ત્યારે ગંભીર ઇજા પહોચતા કાલુને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બુટલેગર કાલુની હત્યાની વાત ફેલાતા લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યારે રાત્રિ દરમ્યાન ભીમનગરમાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાલ તો પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story