Connect Gujarat
Featured

સુરત : વરેલી ગામ નજીક કેમિકલ કંપનીમાં ફાટી નીકળી અચાનક ભીષણ આગ, ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડ્યા

સુરત : વરેલી ગામ નજીક કેમિકલ કંપનીમાં ફાટી નીકળી અચાનક ભીષણ આગ, ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડ્યા
X

સુરત શહેરના પલસાણા તાલુકાના વરેલી ગામ નજીક આવેલ એક કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પલસાણા તાલુકાના વરેલી ગામ નજીક આવેલ કેમિકલની કંપનીમાં આજરોજ બપોરના સમયે આચનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે કંપનીમાં મોટા પ્રમાણમાં અતિ જ્વલનસીલ રસાયણ હોવાથી બ્લાસ્ટ થતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, ત્યારે આખેયાખી કંપનીમાં આગ ફેલાઈ જતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ કડોદરા અને પલસાણા સહિત બારડોલી ફાયર વિભાગના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 5 જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોને આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કંપનીમાં લાગેલી ભીષણ આગના પગલે મોટું નુકશાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story