Connect Gujarat
ગુજરાત

સુરત : માંગરોળમાં ભગવાન કરુણા સાગરના 248માં પ્રાગટ્ય દિવસની કરાઈ ભવ્ય ઉજવણી

સુરત : માંગરોળમાં ભગવાન કરુણા સાગરના 248માં પ્રાગટ્ય દિવસની કરાઈ ભવ્ય ઉજવણી
X

સુરત જિલ્લાના માંગરોળમાં મહાસુદ

બીજાના દિવસે ભગવાન કરુણા

સાગરના પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિતે દિવાઓથી પ્રગટાવેલી પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા હતા.

માંગરોળ તાલુકાના વાંકલ ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય

વિસ્તારના 25થી વધુ ગામોમાં પરમગુરુ ભગવાન કરુણા સાગરના 248માં પ્રાગટ્ય દિન

મહાસુદ બીજ નિમિતે હજારો દિપક પ્રગટાવી

અને આતશબાજી, ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કરુણા સાગર

ભગવાનની પાલખી યાત્રા કાઢી ગામેગામ ફેરવવામાં આવી હતી. કાયમ

પંથ જ્ઞાન સંપ્રદાયમાં પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના પ્રાગટ્ય દિન મહાસુદ બીજનું અનેરું

મહત્વ છે. પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી માટે જ્ઞાન સંપ્રદાયના અનુયાયી પરિવારો દિવાળીની

માફક તૈયારીઓ કરે છે. આ ધાર્મિક ઉત્સવ ખૂબ જ આંનદ ઉત્સાહ સાથે ભક્તિમય વાતાવરણમાં

ઉજવાય છે.

વાંકલ અને આંબાવાડી ગામે આવેલ કરુણા સાગરના પ્રાગટ્ય

મહોત્સવની ઉજવણી દરમ્યાન સમૂહ ઉપાસના, ભજન કીર્તનના કાર્યક્રમ સહિત પાલખી

યાત્રા કાઢવામાં આવી હતી. ઉપરાંત ભડકૂવા, કંટવાવ, બોરિયા, પાતાળદેવી, આંબાવાડી, નાંદોલા, ઝંખવાવ, વેરાકુઈ, વિગેરે ગામોમાં 248 દીવડાઓની મહાઆરતી, મહાપ્રસાદીનું આયોજન

કરવામાં આવ્યું હતું, ત્યારે આ ધાર્મિક મહોત્સવની

ભવ્ય ઉજવણી કરાતા હજારો

ભાવિકભક્તો અવસરમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા.

Next Story