Connect Gujarat
Featured

સુરત : પીપોદરા નજીક ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, એક રાહદારી કચડાયો

સુરત : પીપોદરા નજીક ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, એક રાહદારી કચડાયો
X

સુરત જીલ્લામાં વધુ એક ટેન્કર બેકાબુ બનતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પીપોદરા નજીક ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ બન્યું હતું, ત્યારે ટેન્કર સર્વિસ રોડ તરફ ધસી આવેલા એક રાહદારી કચડાયો હતો.

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર પીપોદરા નજીક ગત રાત્રિના સમયે એક ટેન્કરને અકસ્માત નડ્યો હતો. ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં ટેન્કર બેકાબુ બનતા સર્વિસ રોડ તરફ ધસી આવ્યું હતું, ત્યારે સર્વિસ રોડની બાજુમાં આવેલ 2 લારીમાં ટેન્કર ઘુસી જતા મોટું નુકશાન થયું હતું. સમગ્ર ઘટનામાં ટેન્કર ચાલકે એક રાહદારીને કચડતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘટના બાદ લોકોએ ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો હતો. સદ્દનસીબે મોટી જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story