Connect Gujarat
ગુજરાત

સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ
X

સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક વેપારીએ ક્વોરંટીનનો ભંગ કરી બહાર નીકળતા વહીવટી તંત્રએ 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

વૈશ્વિક મહામારી જાહેર કરાયેલા કોરોનાને લઇ હજી પણ લોકો ગંભીર જણાઈ રહ્યા નથી. વિદેશ કે કોરોનાગ્રસ્ત રાજ્યમાંથી આવ્યા હોય તેવા લોકોને હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવી રહ્યા છે. તેમ છતાં લોકો નિયમોનો ભંગ કરી બહાર નીકળી પડતાં હોય છે. સુરતમાં રાજસ્થાનના પાલીમાંથી પરત ફરેલ અભિનંદન એસી માર્કેટના વેપારી રાજુસિંહ રાજપુરોહિતને તંત્ર દ્વારા હોમ ક્વોરંટીન કરાયા હતા. સુરત મહાનગરપાલિકાની સૂચના છતાં નિયમ ભંગ કરી વેપારી બહાર ફરતા મળી આવ્યા હતા. જેને પગલે તેમણે રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ ઉપરાંત અઠવા વોર્ડમાં બે દુકાન પણ સીલ કરવામાં આવી હતી.

Next Story