Connect Gujarat
Featured

સુરત: આમ આદમી પાર્ટીમાં ગાબડું, જુઓ કેટલા કાર્યકરો NCPમાં જોડાયા

સુરત: આમ આદમી પાર્ટીમાં ગાબડું, જુઓ કેટલા કાર્યકરો NCPમાં જોડાયા
X

સુરતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું વિપુલ કાછડિયા સહિત 400 કાર્યકરો NCP માં જોડાયા હતા અને વિધિવત ખેસ ધારણ કર્યો હતો.

સુરતમાં આમ આદમી પાર્ટી આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પુરજોશમાં દેખાવો કરીને લોકોમાં હજી પોતાની ઓળખ ઉભી કરી રહી છે ત્યાંજ આજે સુરતના કોસાડ વિસ્તારના આમ આદમી કાર્યકરોની ટિકિટની નારાજગીને લઈને વિપુલ કાછડિયા, પ્રીતિ ભુવા, મનીષ હિરપરા સહિત તેમની ટીમ 400 જેટલા કાર્યકરો લઈને NCPના સુરત ખાતેના મુખ્ય કાર્યાલય ખાતે NCPમાં જોડાઈ ગય હતા. આપમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થયો છે ત્યારે જોવું રહ્યું કે આ વખતની સ્થાનિક ચૂંટણીમાં આગળ કોણ બાજી મારશે એ તો મતદાતાઓ જ નક્કી કરશે પણ હાલ NCP એ ટિકિટની બીજી યાદી જાહેર કરી છે જેમાં વધુ 11 નામો જાહેર કરતા NCP પણ આ ચૂંટણીમાં ફાઇટ આપે તો નવાઈ નહિ.

Next Story