Connect Gujarat
ગુજરાત

સુરત: પારલે પોઈન્ટ બ્રિજ પર વિચિત્ર અકસ્માત, બ્રિજ પરથી નીચે પટકાતાં મહિલાનું મોત

સુરત: પારલે પોઈન્ટ બ્રિજ પર વિચિત્ર અકસ્માત, બ્રિજ પરથી નીચે પટકાતાં મહિલાનું મોત
X

સુરતના પારલે પોઈન્ટ બ્રિજ પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કારને ટો કરીને જતી ક્રેનની ચેઇન તૂટતાં કાર પાછળ આવતા મોપેડને અકસ્માત નડતાં માહિલા બ્રિજ પરથી નીચે ફંગોળાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સુરત શહેરના પારલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા ઓવર બ્રિજ પરથી કતારિયા મોટર્સનો ક્રેન ચાલક કારને ટો કરીને જતો હતો, તે દરમ્યાન અચાનક ક્રેનની ચેઇન તૂટી ગઈ હતી. જેના કારણે ટો કરેલી કાર તેમાથી છૂટીને પાછળ ચાલતી મોપેડ સાથે અથડાઇ હતી. અડાજણના હની પાર્ક રોડ ખાતે મહાવીર રો હાઉસમાં રહેતા મોપેડ સવાર આધેડ દંપતીને કાર ભટકાતાં મોપેડની પાછળની સીટ પર સવાર 51 વર્ષીય દક્ષાબેન પંચોલી નામની મહિલા ઉછળીને બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. મહિલાને ગંભીર ઇજા થતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મહિલાના પતિ નિલેશ પંચોલીને પણ ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ કટારીયા મોટર્સનો ક્રેન ચાલક ક્રેન લઈને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં ઉમરા પોલીસ મથકનો કાગળો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story